
દિલ્હી હિંસા બાદની તસવીરોથી તમારું હૃદય દ્રવી ઉઠશે.
દિલ્હી હિંસા બાદની તસવીરો જોઇ તમારી આંખનો ખૂણો પણ ભીનો થઇ જશે. દિલ્હી હિંસામાં નફરતની આગના તાંડવ બાદના જે દ્રશ્યો સર્જાયા છે તે જોઇ તમે પણ કંપી ઉઠશો.
માતા-પિતાના મોત પર માસૂમોની તસવીરો, તોફાનોની આગમાં ગુમ થયેલા પોતાના સ્વજનોને શોધતા, નફરતની એ પળમાં યાદ કરીને એકબીજાથી કતરાતા.દિલ્હીમાં તોફાનોનો અસલી મંજર હવે આંખોથી વહી રહ્યો છે. આ આંખો કોઇ વૃદ્ધ પિતા તો કયાંક જવાન દીકરાને ખોઇ ચૂકેલ માતાની તો કયાંત માતા-પિતાને ગુમાવી ચૂકેલા માસૂમોની છે
આ બધા આઘાતની વચ્ચે જે સૌથી વધુ તમારા હૃદયને વીંધી નાંખે એવી આ તસવીર સામે આવી છે, સાત-આઠ વર્ષના માસૂમની છે. બની શકે કે કદાચ આ તસવીર તમારા સુધી પણ પહોંચી ગઇ હશે, તો એ નક્કી છે કે તમે એ આંખોના પ્રશ્નોથી નજરો ના મિલાવી શકો.
નૉર્થ-ઇસ્ટ દિલ્હીમાં તોફાનોમાં મોતને ભેટેલા મુદ્દસિર ખાનનો મૃતદેહ જ્યારે ઘરે પહોંચ્યો તો તેમના માસૂમ બાળકોને જોઇ ભલભલાના આંખમાં આંસુ આવી ગયા હતા. તેમને સમજાતું નહોતું કે ગઇકાલ સુધી સાથે રમનાર અબ્બુ આખરે બેજાન કેમ પડ્યા છે.
મુદ્સરના વૃદ્ધ માતા કેસર જહાં કહે છે આ બાળકોના ચહેરા તો જુઓ. નાના બાળકોને એ પણ ખબર નથી કે આખરે આ શું છે. તેમના ભવિષ્યને કોણ જોશે. મુદ્દાસરની ૧૪ વર્ષની મોટી દીકરી પિતાના મોત પર વિશ્વાસ કરી રહી નથી. તે કહે છે ૧૪ ફેબ્રુઆરીના રોજ મારો જન્મદિવસ હતો. પપ્પાએ મને ગાઉન ગિફ્ટ કર્યું હતું.દિલ્હીમાં ફેલાયેલા તોફાનોમાં આઇબીના કર્મચારી અંકિત શર્માની હત્યાના ૬ દિવસ બાદ આજે પણ તેમના વૃદ્ધ માતાની આંખો દીકરાને શોધી રહી છે.