
દિલ્હી / મતદાનના એક દિવસ પહેલા જાફરાબાદમાં ફરી ચાર રાઉન્ડ ફાયરિંગની ઘટના બની
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા ફાયરિંગની ઘટના સામે આવી છે.દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં એક દુકાનદારનું કહ્યાં પ્રમાણે, અહીંયા ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે, આ ફાયરિંગ નાગરિકતા સંશોધન કાયદા સાથે જોડાયેલા કોઈ પ્રદર્શન અંગે નહોતું. પોલીસે હાલ આ ઘટના અંગેની વધુ વિગતો આપી નથી.મળતી માહિતી પ્રમાણે, ગત દિવસોમાં દિલ્હીના અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ ગોળીઓ ચલાવાઈ હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ દિલ્હીમાં સ્થિતિ નાજૂક છે. શનિવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે એવામાં ફાયરિંગની વધુ એક ઘટના સુરક્ષા પર સવાલ ઊભા કર છે.ત્રણ વખત ફાયરિંગ થઈ ચુક્યું છેદિલ્હીમાં મહાત્મા ગાંધીની પુણ્યતિથિ દરમિયાન સ્ટુડન્ટ માર્ચ પહેલા એક સગીરે હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ દિલ્હી પોલીસ સામે જ કરાયું હતું. જેમાં એક શખ્સ ઘાયલ પણ થયો હતો.દિલ્હીના શાહીનબાગમાં ચાલી રહેલા નાગરકિતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન સ્થળ પાસે કપિલ ગુર્જર નામના યુવકે હવામાં ફાયરિંગ કર્યું હતું અને કહ્યું હતું કે, દેશમાં માત્ર હિન્દુઓનું જ ચાલશે.આ બન્ને ઘટનાઓ ઉપરાંત દિલ્હીની જામિયા મિલીયા યુનિવર્સિટી પાસે બે સ્કુટી સવાર અજાણ્યા લોકોએ રાત્રે ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ સ્થિતિ બગડી હતી.