દિલ્હી ચૂંટણીમાં આ વખતે પણ બનશે AAPની સરકાર, દિલ્હીમાં કોંગ્રેસના પતનનો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના રૂઝાનથી હવે સત્તાની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી ૫૮ અને બીજેપી ૧૨ સીટથી આગળ છે. કોંગ્રેસના ખાતામાં ફરી એક વાર શૂન્ય જોવા મળી રહ્યું છે. આ દેશની સૌથી જૂની પાર્ટી માટે ખૂબ શરમજનક છે. થોડા વર્ષો પહેલાં શીલા દીક્ષિતના નેતૃત્વમાં કોંગ્રેસે અહીં સતત ૧૫ વર્ષ શાસન કર્યું છે અને હવે છેલ્લા એક દશકાથી એવી સ્થિતિ છે કે, કોંગ્રેસે અહીં ખાતુ પણ નથી ખોલ્યું.
 
૧૯૯૮માં થઈ શીલા યુગની શરૂઆત
વર્ષ ૧૯૯૮ની ચૂંટણીથી દિલ્હીમાં કોંગ્રેસનો ઉદય થયો હતો. આ ચૂંટણીમાં મોંઘવારી એક મહત્વનો મુદ્દો હતો અને એવું કહેવામાં આવે છે કે, ડુંગળીની મોંઘવારીએ બીજેપી સરકારને પાડી દીધી હતી. ત્યારે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. શીલા દીક્ષિતના ઉદયની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી અને તેઓ પહેલીવાર દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. ૭૦ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને ૫૨ સીટ મળી હતી. ત્યારે સુષમા સ્વરાજના નેતૃત્વવાળી બીજેપી હારી ગઈ અને તેમને માત્ર ૧૫ સીટો જ મળી હતી. બીજેપીને ૩૪ ટકા વોટ મળ્યા હતા.
 
૨૦૦૩માં ફરી કોંગ્રેસ રાજ
વર્ષ ૨૦૦૩માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફરી જબરજસ્ત જીત મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને ૪૭ સીટ મળી હતી અને એક વાર ફરી શીલા દીક્ષિતના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. ડિસેમ્બર ૨૦૦૩માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૪૮.૧૩ ટકા વોટ મેળવ્યા હતા. બીજા સ્થાને બીજેપીએ ૨૦ સીટ અને અંદાજે ૩૫ ટકા વોટ મેળવ્યા હતા.
 
૨૦૦૮માં શીલાની હેટ્રીક
વર્ષ ૨૦૦૮ની ચૂંટણીમાં શીલા દીક્ષિતના નેતૃત્વમાં સતત ત્રીજી વખત જીતીને કોંગ્રેસે સરકાર બનાવી હતી. કોંગ્રેસને કુલ ૪૩ સીટો મેળવી હતી. તે સમયે કોંગ્રેસને અંદાજે ૪૦ ટકા વોટ મળ્યા હતા.
 
૨૦૧૩માં બાજી પલટાઈ
૨૦૧૩ની ચૂંટણીમાં બાજી સંપૂર્ણ રીતે પલટાઈ ગઈ હતી. કોમનવેલ્થ કૌભાંડ અને અન્ના આંદોલન પછી આમ આદમી પાર્ટીના ઉદયે સંપૂર્ણ રીતે માહોલ બદલી નાખ્યો હતો. વિધાનસભાના પરિણામ ત્રિશંકુ રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ ૩૧, આમ આદમી પાર્ટીએ ૨૮ અને કોંગ્રેસને માત્ર ૮ સીટ મળી હતી.
 
બીજેપીને અંદાજે ૩૩ ટકા, છછઁને અંદાજે ૨૯ ટકા અને કોંગ્રેસને અંદાજે ૨૪ ટકા વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. જોકે આ સરકાર માત્ર ૪૯ દિવસ જ ચાલી હતી. ત્યારપછી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું હતું.
 
૨૦૧૫માં AAP ચરમ પર
વર્ષ ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ સૌથી ખરાબ રહી હતી. આમ આદમી પાર્ટીના ઉદયથી વિપક્ષનો કિલ્લો ટૂટી પડ્યો હતો. બીજેપીને જ્યારે ત્રણ સીટ મળી શકી ત્યારે કોંગ્રેસ માટે તો કોઈ આશા જ નહતી વધી. ત્યારે કોંગ્રેસને એક પણ સીટ નહતી મળી. ત્યારે આમ આદમી પાર્ટીને ૭૦માંથી ૬૭ સીટો મળી હતી.
 
અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ફરી આમ આદમી પાર્ટીની સરકાર બની હતી. ત્યારે આમ આદમી પાર્ટીને ૫૪ ટકા, બીજેપીને ૩૨ ટકા અને કોંગ્રેસને માત્ર ૯.૭ ટકા વોટ મળ્યા હતા. એટલે કે બે વર્ષની અંદર જ કોંગ્રેસની મત ટકાવારી ૨૪ ટકાથી ઘટીને ૧૦ ટકા થઈ ગઈ હતી.
 
૨૦૨૦માં કોંગ્રેસ ફરી શૂન્ય પર
વર્ષ ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં પાછળ પડી ગયેલી કોંગ્રેસનું આ વખતે પણ ખાતુ ખુલ્યુ નથી. આ વખતે પણ કોંગ્રેસને એક પણ સીટ મળતી દેખાતી નથી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.