ત્રીજી વનડે / ન્યૂઝીલેન્ડની પાંચમી વિકેટ પડી, નિશમને આઉટ કરીને ચહલે ત્રીજી વિકેટ લીધી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સ્પોર્ટ્સ : ન્યૂઝીલેન્ડે ભારત સામેની ત્રીજી વનડેમાં માઉન્ટ માઉનગુઈ ખાતે ૪૪ ઓવરમાં ૫ વિકેટે ૨૬૫ રન કર્યા છે. ટોમ લેથમ ૨૯ રને અને કોલિન ડી ગ્રાન્ડહોમ ૨૭ રને રમી રહ્યા છે. જેમ્સ નિશમ ૧૯ રને ચહલની બોલિંગમાં મિડવિકેટ પર કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. ઓપનર હેનરી નિકોલ્સે કરિયરની ૧૧મી અને સીરિઝમાં બીજી ફિફટી મારી હતી. તેણે ૧૦૩ બોલમાં ૯ ફોરની મદદથી ૮૦ રન કર્યા હતા. ઠાકુરની બોલિંગમાં મોટો શોટ રમવા જતા તે માત્ર એજ મેળવી શક્યો હતો અને કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલા રોસ ટેલર ૧૨ રને જાડેજાની બોલિંગમાં કોહલી દ્વારા કેચ આઉટ થયો હતો.
 
કેન વિલિયમ્સન ચહલની બોલિંગમાં મિડવિકેટ પર અગ્રવાલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૩૧ બોલમાં ૨૨ રન કર્યા હતા. તેની પહેલા માર્ટિન ગુપ્ટિલે વનડે કરિયરની ૩૭મી ફિફટી ફટકારતા ૪૬ બોલમાં ૬ ફોર અને ૪ સિક્સની મદદથી ૬૬ રન કર્યા હતા. તે યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
 
ન્યૂઝીલેન્ડ માટે વનડેમાં ઓપનર તરીકે સૌથી વધુ રનઃ
 
૬૧૭૮ માર્ટિન ગુપ્ટિલ*
૬૧૭૬ નેથન એશ્લે
૩૬૦૪ જોન રાઈટ
૩૩૬૩ બ્રેન્ડન મેક્કુલમ
૩૨૮૦ સ્ટીફન ફ્લેમિંગ
ભારતે ૨૯૭ રનનો લક્ષ્યાંક આપ્યો
 
ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં માઉન્ટ માઉનગુઈ ખાતે ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૯૬ રન કર્યા છે. વિકેટકીપર લોકેશ રાહુલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા વનડે કરિયરની ચોથી સેન્ચુરી મારી હતી. તેણે ૧૧૩ બોલમાં ૯ ફોર અને ૨ સિક્સની મદદથી ૧૧૨ રન કર્યા હતા. તેના સિવાય શ્રેયસ ઐયરે કરિયરની આઠમી ફિફટી ફટકારતા ૬૩ બોલમાં ૯ ફોરની મદદથી ૬૨ રન કર્યા હતા. તેમજ મનીષ પાંડેએ છઠ્ઠા ક્રમે ૪૨ રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેણે અને રાહુલે પાંચમી વિકેટ માટે ૧૦૭ રનની ભાગીદારી કરી હતી. ન્યૂઝીલેન્ડ માટે હેમિશ બેનેટે ૪ વિકેટ લીધી હતી.
 
 
 
શ્રેયસ ઐયર નિશમની બોલિંગમાં ગ્રાન્ડહોમના હાથે કેચ આઉટ થયો હતો. તેણે વનડેમાં આઠમી ફિફટી ફટકારતા ૬૩ બોલમાં ૯ ફોરની મદદથી ૬૨ રન કર્યા હતા. પૃથ્વી શોએ ફાઈન લેગ પર શોટ મારીને ૧ રન જ હતો ત્યાં બીજા રન માટે દોડવા જતા વિકેટ ગુમાવી હતી. તે ૪૦ રને ગ્રાન્ડહોમ/ લેથમ દ્વારા રનઆઉટ થયો હતો. તેણે પોતાની ૪૨ બોલની ઇનિંગ્સ દરમિયાન ૩ ફોર અને ૨ સિક્સ મારી હતી. તે પહેલા કેપ્ટન વિરાટ કોહલી ૯ રને બેનેટની બોલિંગમાં થર્ડમેન પર જેમિસનના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે ઓપનર મયંક અગ્રવાલ ૧ રને જેમિસનની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
 
કેપ્ટન તરીકે બાઈલેટરલ સીરિઝમાં કોહલીના સૌથી ઓછા રનઃ
 
૭૫ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (ન્યૂઝીલેન્ડમાં), ૨૦૧૯/૨૦*
૮૯ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ (ભારતમાં), ૨૦૧૯/૨૦
૧૪૮ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (ન્યૂઝીલેન્ડ), ૨૦૧૮/૧૯
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી
 
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ભારત સામેની ત્રીજી વનડેમાં માઉન્ટ માઉનગુઈ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. કિવિઝની ટીમમાં કપ્તાન કેન વિલિયમ્સન અને મિચેલ સેન્ટનરની વાપસી થઇ છે. તેઓ માર્ક ચેપમેન અને ટોમ બ્લેંડેલની જગ્યાએ રમી રહ્યા છે. જયારે ભારતીય ટીમમાં મનીષ પાંડે કેદાર જાધવની જગ્યાએ રમી રહ્યો છે.
 
ભારતની પ્લેઈંગ ૧૧ઃ વિરાટ કોહલી (કપ્તાન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર
 
ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ ૧૧ઃ માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, ટોમ લેથમ (વિકેટકીપર), કેન વિલિયમ્સન(કેપ્ટન), રોસ ટેલર, જેમ્સ નિશમ, કોલિન ડી ગ્રાન્ડહોમ, મિચેલ સેન્ટનર, કાઈલ જેમિસન, ટિમ સાઉથી અને હેમિશ બેનેટ

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.