તમિલનાડુ : મંદિરમાં ખોદકામ દરમિયાન અરબી ભાષા લખેલા સોનાના સિક્કા મળ્યા.
તમિલનાડુના તિરૂચિરાપલ્લી જિલ્લામાં આવેલા થિરુવનાઈકવલ સ્થિત જમ્બુકેશ્વરર મંદિરમાં બુધવારે ખોદકામ ચાલુ રહ્યું હતું. આ દરમિયાન શ્રમિકોને ૭ ફુટની ઊંડાઈએ એક તાંબાના વાસણમાં સોનના સિક્કા મળ્યા. આ પાત્રમાં ૧.૭૧૬ કિલો વજનના કુલ ૫૦૫ સિક્કા છે. હાલ આ સિક્કાઓને મંદિર પ્રસાશને પોલીસને સોંપી દીધા છે.
મંદિરે આ ખજાના વિશેજણાવ્યું કે, જમ્બુકેશ્વરર મંદિરમાં ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ખોદકામ કરતા શ્રમિકોને એક કળશ દેખાયો. સોનાથી છલોછલ કળશ તેમણે મંદિરના અધિકારીઓને સોંપી દીધો જે હાલ પોલીસ પાસે છે. આ સિક્કા પર અરબી ભાષા લખેલી છે.