તમારું ફાસ્ટૈગ આવતી કાલથી એટલે કે પહેલી માર્ચથી બ્લેકલિસ્ટ થઈ શકે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જો તમે ગાડી ચલાવો છો અને પોતાની ગાડી પર ફાસ્ટૈગનો ઉપયોગ કરો છે તો તમારા માટે 29 ફેબ્રુઆરીનો દિવસ ખુબ મહત્વનો છે. જો તમારી FASTag KYC ડીટેઇલ અપડેટેડ નથી તો તમારું ફાસ્ટૈગ આવતી કાલથી એટલે કે પહેલી માર્ચથી બ્લેકલિસ્ટ થઈ શકે છે. નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આદેશ પ્રમાણે ડેડલાઇન સુધીમાં કેવાયસી અપડેટ ન થયા હોય તેવા કિસ્સામાં ગ્રાહકોનું ફાસ્ટૈગ ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે. તેના કારણે તમારે મુસાફરી દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

કેવાયસી શું છે ?
કેવાયસીનો મતલબ છે Know Your Customer. આ પ્રક્રિયા બેંકોએ પુરી કરવાની હોય છે. કેવાયસી અંતર્ગત તેઓ ગ્રાહકો પાસેથી તેમની ડીટેઇલ્સ માગે છે. ગ્રાહકોએ પોતાનું આઇડી અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવીને પોતાની ઓળખની ખાતરી કરાવવાની હોય છે. NHAI સામે એવા કેટલાક કિસ્સા આવ્યા હતા જેમાં એક જ ગાડી પર અનેક ફાસ્ટૈગ લાગેલા હતા અથવા ડિટેઇલ્સ વેરિફાય કર્યા વીના જ ફાસ્ટૈગ આપી દેવામાં આવ્યા હતા. તેના કારણે હવે કેવાયસીના નિયમને ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.