તમાકુ સેવનની ન્યુનત્તમ ઉંમર મર્યાદા હવે થશે ૨૧: દંડની રકમ પણ વધશે
નવી દિલ્હી
કેન્દ્ર સરકાર દેશમાં તમાકુ સેવન માટે ઉંમરમાં વધારો કરી ૨૧ વર્ષ કરવા અને તેના સંલગ્ન નિયમોના ઉલ્લંદ્યન પર દંડની રકમ વધારવા પર વિચાર કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલયે આ માટે સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદન નિયમોને વધારે કડડ કરવા માટે મંત્રણા કરી રહી છે. સરકારના પ્રયત્ન સીઓટીપીએના નિયમોને મજબૂત કરી યુવાવર્ગને તમાકુની ખરાબ અસરોથી દૂર રાખવાના છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે મોટાભાગના લોકો એમની યુવા અવસ્થામાં જ ધૂમ્રપાન કરવાનું શરુ કરી દે છે, ખાસ કરીને શાળા-કોલેજ કાળમાં જ આ શરુઆત થાય છે. ફેશન અને દેખાવો કરવાના ચક્કરમાં ૧૮થી ૨૧ વર્ષના યુવાઓ તમાકુ ઉદ્યોગના આસાન શિકાર બની રહ્યા છે. અધિકારીએ જણાવ્યું કે તમાકુ સેવન માટે ઉંમર વધારીને ૨૧ વર્ષ કરવાથી ધૂમ્રપાન કરનારાની સંખ્યા ઘટશે. અહીં સુધી કે માતાપિતા પણ ૨૧ વર્ષથી નીચેના સંતાનોને તમાકુ ઉત્પાદન ખરીદવા માટે દુકાનો પર નહીં મોકલે. સ્વાસ્થ મંત્રાલયે હાલમાં કનિદૈ લાકિઅ જ એક બેઠકમા તમાકુ નિયંત્રણ માટે કાયદાકીય સુધારા કરવા માટે સમિતિની રચના કરી હતી. આ સમિતિએ તમાકુ સેવન માટે ઉંમરમાં વધારો કરવા અને નિયમોના ઉલ્લંદ્યન કરવા પર દંડ વધારવાની ભલામણ કરી હતી. આ સિવાય હવેથી તમાકુ ઉત્પાદનો પર એક બારકોડ લગાવવામાં આવશે. જેમાં સરકારએ જાણવામાં મદદ મળશે કે તમાકુ ઉત્પાદન કાયદેસર છે કે ગેરકાયદેસર. મંત્રાલય જાહેરમાં ધૂમ્રપાન કરતા લોકો પર દંડની રકમ વધારવા માટે પણ વિચારણા કરી રહી છે.