
તબલીઘી જમાતની મરકઝ સમગ્ર દેશ માટે મુશ્કેલી ઊભી કરશે
નેશનલ ડેસ્કઃ કોરોના સંક્રમણ રોકવાના તમામ પ્રયાસો વચ્ચે દિલ્હી તબલીઘી જમાતમાંથી ફૂટેલા બોમ્બે સમગ્ર દેશને નવેસરથી ફફડાવી દીધો છે. તબલીઘી જમાતના નિઝામુદ્દિન, દિલ્હી સ્થિત કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગે ભારત સહિત વિવિધ ૧૫ દેશોના આશરે ૧૭૦૦ લોકો એકઠાં થયાં હતાં. એ પૈકી ૧૦૩૩ લોકો ત્યાંથી બહાર નીકળીને પોતાના વતન ભણી પહોંચી ચૂક્યા છે. મરકઝમાં એકઠાં થયેલાં લોકો પૈકી ૭૦૦ લોકોને હાલ ક્વોરન્ટીન પર મૂકી દેવાયા છે. ૨૪થી વધુ લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે, જ્યારે ૯ના મૃત્યુ થઈ ચૂક્યા છે. દિલ્હી અને કેન્દ્ર સરકારના સ્પષ્ટ આદેશ છતાં ધાર્મિક મેળાવડો કરવા માટે તબલીઘી જમાતના મૌલવી સામે FIR દાખલ કરી દેવાઈ છે.