ટ્રમ્પે કહ્યું- FB પર હું નંબર-૧ અને મોદી નંબર-૨, પરંતુ પોકળ દાવાની પોલંપોલ આવી સામે
ભારતની પોતાની પહેલી યાત્રા પર ૨૪મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવી રહેલા અમેકિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇ કરાયેલા એક દાવાથી ચર્ચાનો વિષય બન્યો છે. ટ્રમ્પે ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગના હવાલે દાવો કર્યો કે તેઓ ફેસબુક પર લોકપ્રિયતાના મામલામાં નંબર વન છે જ્યારે પીએમ મોદી બીજા નંબર છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવા પર હવે સોશિયલ મીડિયામાં પ્રશ્ન ઉઠી રહ્યા છે. આવો જાણીએ દાવાની શું છે હકીકતપ
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે મને લાગે છે કે આ ખૂબ જ સમ્માનની વાત છે? માર્ક ઝકરબર્ગે તાજેતરમાં જ કહ્યું હતું કે ટ્રમ્પ ફેસબુક પર નંબર ૧ છે. નંબર ૨ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. જો કે હું બે સપ્તાહમાં ભારત જઇ રહ્યો છે. હું આ યાત્રાને લઇ ઉત્સુક છું. અમેરિકાના ચૂંટણી મોસમમાં ટ્રમ્પના આ ટ્વીટ બાદ ટ્વીટર પર કોમેન્ટનો ઢગલો થવા લાગ્યો છે. કેટલાંય લોકોએ ફોલોઅર્સના આંકડા ટ્વીટ કરીને કહ્યું કે પીએમ મોદી અને પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા ટ્રમ્પથી વધુ લોકપ્રિય છે. ટ્રમ્પના આ ટ્વીટ પર અત્યાર સુધી ૧૨ હજારથી વધુ કોમેન્ટ આવી ચૂકયું છે.
જો કે ટ્રમ્પ પોતાના દાવામાં યોગ્ય પણ છે અને ખોટા પણ છે. સોશિયલ મીડિયા પર નજર રાખનાર ચર્ચિત વેબસાઇઠ ટ્વિપ્લોમેસીના મતે ફોલોઅર્સની જંગમાં જ્યાં પીએમ મોદી ટ્રમ્પમાંથી અંદાજે બે ગણા આગળ છે ત્યાં ઇન્ટરનેશનલના મામલામાં અમેરિકન રાષ્ટ્રપતિ નંબર વન છે. ટ્વિપ્લોમેસીએ કહ્યું કે એક ફેબ્રુઆરી સુધીમાં પીએમ મોદીના ૪,૪૫,૯૪,૩૨૫ ફોલોવર હતા ત્યાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના ૨,૫૮,૨૯,૩૨૪ ફોલોવર છે.
આમ જો ઇંટરેકશનની વાત કરીએ તો અમેરિકન રાષ્ટ્રપતિનો ફેસબુક પર ડંકો વાગી રહ્યો છે. ૧૨ મહિનામાં ફેસબુક પર કરાયેલી પોસ્ટ પર કોમેન્ટ, લાઇક અને શેર કેસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પીએમ પાછલા મોદી કરતાં ત્રણ ગણા આગળ છે. ટ્રમ્પના ફેસબુક પોસ્ટો પર જ્યાં ૨૮,૪૬,૮૯,૫૪૬ ઇંટરેકશન થયું ત્યાં મોદીની પોસ્ટો પર ૮,૨૬, ૯૪,૮૦૨ ઇંટરેકશન. આ રીતે મોદી અને ટ્રમ્પ બંને અલગ-અલગ શ્રેણીઓમાં નંબર વન છે.