ટ્રમ્પની ભારત યાત્રા : મેલેનિયા દિલ્હીમાં સ્કૂલના બાળકો સાથે મુલાકાત કરવાના છે, કાર્યક્રમમાંથી મુખ્યમંત્રી કેજરીવાલ અને સિસોદિયાનું નામ હટાવાયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 8

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે ૨૪ ફેબ્રુઆરીથી બે દિવસ માટે ભારત પ્રવાસે આવવાના છે. આ દરમિયાન પહેલાં તેઓ અમદાવાદની મુલાકાત લેશે. આખા શહેરમાં મોદી સાથે ટ્રમ્પના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ટ્રમ્પ હાઉડી મોદી કાર્યક્રમની જેમ અહીંના મોટેરા સ્ટેડિયમમાં નમેસ્ત ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારપછી ટ્રમ્પ, તેમની પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને જમાઈ આગ્રામાં તાજમહેલની મુલાકાત લેશે.
 
અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ ૨૫ ફેબ્રુઆરીએ દિલ્હીની એક સ્કૂલમાં હેપીનેસ ક્લામાં બાળકો સાથે મુલાકાત કરવાના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે મેલેનિયાના આ કાર્યક્રમમાંથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું નામ હટાવી લેવામાં આવ્યું છે. આ પહેલાં આ બંને નેતાઓ મેલેનિયાની સાથે રહેવાના હતા. કારણકે આ સ્કૂલ દિલ્હી સરકાર અંતર્ગત આવે છે. આમ આદમી પાર્ટીએ કેન્દ્રના દબાણના કારણે બંને નેતાઓના નામ હટાવ્યા હોવાનો આરોપ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.