ચીનમાં મૃત્યુઆંક એક હજારથી ઉપર થયો, એક દિવસમાં જ ૧૦૮ના મોત થયા, ૨,૪૭૮ નવા કેસ નોંધાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

 ચીનમાં કોરોના વાઈરસને લીધે મૃતકોનો આંકડો ૧૦૧૬ થઈ ગયો છે. જ્યારે ૪૨,૬૩૮ કેસની પુષ્ટિ થઈ શકે છે. ચીનના આરોગ્ય અધિકારીઓએ મંગળવારે કહ્યું હતું કે એક દિવસ અગાઉ ૧૦૮ લોકોના મોત થયા છે. કોરોના વાઈરસથી સૌથી વધારે અસર ધરાવતા હુબેઈ પ્રાંતમાં ૧૦૩ લોકોના મોત થયા છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે જણાવ્યું હતું કે કોરોના વાઈરસથી સંક્રમિત ૩૯૯૬ યુવાનોને ગત સોમવારે હોસ્પિટલમાંથી રજા મળી હતી.સ્ટેટ મીડિયાના જણાવ્યા પ્રમાણે કોરોના વાઈરસને લીધે મહામારીના ફેલાવા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સોમવારે પ્રથમ વખત પ્રજા સામે આવ્યા હતા. જિનપિંગે વાઈરસ ફેલાતો અટકાવવા માટે બૈજીંગમાં કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું નિરીક્ષણ કર્યું. તેમણે એક સ્થાનિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે વુહાનના મેડિકલ સ્ટાફ સાથે વિડિયોથી વાતચીત કરી હતી.ઉૐર્ંની ટીમ ચીન પહોંચીવિશ્વ આરોગ્ય સંસ્થા (ઉૐર્ં)ના તબીબી નિષ્ણાતોની એક ટીમ સોમવારે રાત્રે નોવેલ કોરોના વાઈરસ સંક્રમણની તપાસમાં મદદ માટે ચીન પહોંચી ગઈ છે. ટીમનું નેતૃત્વ ડો.બ્રુસ અલવાર્ડ કરી રહ્યા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારી મી ફેંગે કહ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમનું સ્વાગત કરી છીએ. ચીન અને ઉૐર્ંની ટીમ કોરોનાવાઈરસના ઈલાજને લઈ વ્યાપક ચર્ચા કરશે અને આ મહામારીના ફેલાવાને અટકાવવા માટે યોગ્ય પગલા ભરશે.કોરોના વાઈરસને લીધે જહાજ ફસાયુંડાયમંડ પ્રિસેજ- જાપાનના યોકોહામા પોર્ટ પર ફસાયેલ ક્રુઝમાં ૩૭૦૦ લોકો ફસાયા છે. તેમા આશરે ૧૬૦ ભારતીય અને ૨૪ અમેરિકી નાગરિક પણ ફસાયા છે. જાણકારી પ્રમાણે જહાજ પર ૧૩૫ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે.વેસ્ટેર્ડમ-હોલેન્ડ અમેરિકા દ્વારા સંચાલિત આ ક્રુઝ પર બે હજાર કરતા વધારે લોકો ફસાયા છે. જહાજ પર એક પણ કેસની પુષ્ટી થઈ નહીં હોવા છતાં જહાજને જાપામ જતા અટકાવવામાં આવ્યું છે. હવે તેને ગુરુવારે થાઈલેન્ડના શહેર લામ ચબાંગ પોર્ટ પર લઈ જવાની યોજના છે.વર્લ્ડ ડ્રીમ- હોંગકોંગમાં આ જહાજ પર પાંચ દિવસથી ૩૬૦૦ કરતાં વધારે લોકો અલગ-થલગ (ક્વોરેન્ટાઈન) કરવામાં આવેલ છે. જહાજના ત્રણ યાત્રીઓ સંક્રમિત થયા બાદ જહાજને ક્વોરેન્ટાઈન કર્યા હતા. જોકે, તેને નવા કેસ સામે આવ્યા નથી. યાત્રીઓ અને ક્રુ મેમ્બર્સને છોડવાની મંજૂરી મળી ગઈ છે.કોરોના વાઈરસના કેસકોરોના વાઈરસના સિંગાપુરમાં ૪૫, થાઈલેન્ડમાં ૩૨, હોંગકોંગમાં ૪૨, જાપાનમાં ૨૬, દક્ષિણ કોરિયામાં ૨૭, તાઈવાનમાં ૧૮, મલેશિયામાં ૧૮, ઓસ્ટ્રેલિયામાં ૧૫, જર્મની અને વિયેતનામમાં ૧૪-૧૪, અમેરિકામાં ૧૩, ફ્રાંસમાં ૧૧, મકાઉમાં ૧૦, કેનેડામાં ૭, બ્રિટન તથા યુએઈમાં ૮-૮, ઈટાલી, ફિલિપીન્સ તથા ભારતમાં ૩-૩૩, સ્પેન તથા રશિયામાં ૨-૨, નેપાળ, કમ્બોડિયા, બેલ્જિયમ, ફિનલેન્ડ, સ્વીડન, શ્રીલંકામાં ૧-૧ કેસની પુષ્ટી થઈ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.