
ચીનમાં કોરોના વાઇરસે હાહાકાર ત્યારે ગોધરાના યુવાનમાં તાવ તેમજ શરદીના લક્ષણો
કોરોના વાયરસને લઈને ચીનથી પરત ફ્રેલા ગોધરાના યુવાનમાં તાવ તેમજ શરદી ખાંસીના લક્ષણ જોવાતા તપાસ તેમજ ઓબ્ઝર્વેશન અને સ્ક્રીનીંગ ટેસ્ટ માટે વડોદરા મોકલવામાં આવ્યો છે.
ચીનમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે.ત્યારે ભારતમાંથી ચીનના વિવિધ શહેરોમાં તબીબી અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ ફ્સાયા હોવાની વિગતો બહાર આવી છે. જે અંતર્ગત ગુજરાતના પણ ૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ ચીનના હુબેઈન,નાનચાંગ જ્યુજયાન સિટીમાં અભ્યાસ અર્થે ગયા હતા.દરમિયાન તેઓ હાલ ત્યાં ફ્સાયા છે જે પૈકી વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત એવા હુબેઈન સિટીના ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ખાસ પ્લેન ચીન મોકલવામાં આવનાર છે. દરમિયાન ચીનના જ્યુજયાન શહેરમાં એમ બી બી એસ નો અભ્યાસ કરવા માટે ગયેલા ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને મહેસાણા જીલ્લાના ૧૦ જેટલા વિદ્યાર્થીઓ ભારત પરત ર્ફ્યા છે,
પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરાના રહેવાસી વિધાર્થી પણ પોતના ઘરે બે દિવસ પહેલા પરત ર્ફ્યો છે, ત્યારે ગોધરા પરત ફ્રેલા વિધાર્થી માં તાવના અને શરદી ખાંસીના લક્ષણો દેખાતા તેને ગોધરા સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યાર બાદ વધુ તપાસ અને સ્ક્રીનીંગ ટેસ્ટ માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેનો ટેસ્ટ કર્યા બાદ તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.