ચાંદબાગ, કરાવલનગર, મોજપુર, જાફરાબાદમાં કરફ્યુ : ૧૦ના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી : પાટનગર દિલ્હીમાં સીએએ અને એનઆરસીના વિરોધમાં જારી હિંસા વધુ વિકરાળ સ્વરુપમાં આવી ગઈ છે. આજે સતત ત્રીજા દિવસે પણ ઉત્તરપૂર્વીય દિલ્હીમાં વ્યાપક હિંસાનો દોર જારી રહ્યો છે. વ્યાપક હિંસામાં હજુ સુધી ૧૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. સીએએના વિરોધ અને સમર્થનમાં આમને સામને આવી ગયા છે. વ્યાપક હિંસા બાદ Âસ્થતિ બેકાબૂ બનતા દિલ્હીના ચાંદબાગ, કરાવલનગર, મોજપુર અને જાફરાબાદમાં સંચારબંધી લાદી દેવામાં આવી છે. અને તોફાનીઓને દેખો ત્યાં ઠાર કરી દેવાના આદેશો પણ જારી કરાયા હોવાના અહેવાલો મળ્યા છે. દિલ્હીમાં હિંસા જારી રહી છે અને ગોકુલપુરી અને વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં Âસ્થતિ વધુ વણસી હતી. બાબરપુર રોડ પર વાહનોને આગ ચાંપવામાં આવી હતી. દિલ્હીમાં વિવિધ વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી ચુકી છે. ઉત્તરપૂર્વીય દિલ્હમાં વિવિધ વિસ્તારોમાં થયેલી હિંસામાં નવ લોકોના મોત થઇ ચુક્યા છે. નોર્થઇસ્ટ દિલ્હીમાં રવિવારના દિવસે શરૂ થયેલી હિંસાનો દોર આજે પણ જારી રહ્યો હતો. ભજનપુરામાં આગની ઘટનાઓ બની હતી. સિલમપુરમાં ગોળીબારની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ અર્ધલશ્કરી દળના જવાનો પણ હવે તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હીમાં Âસ્થતિ ખરાબ થયા બાદ સાવચેતીના તમામ પગલા લેવાયા હતા. ઉત્તરપૂર્વીય દિલ્હીના મોજપુર વિસ્તારમાં દેખાવકારોએ પથ્થરબાજી કરી હતી ત્યારબાદ ફ્લેગમાર્ચનું આયોજન કરાયું હતું. જાફરાબાદ, મોજપુર, સિલમપુર, ચાંદબાગ, શાહીનબાગમાં હિંસક વિરોધ પ્રદર્શન જારી છે. કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી ચુકી છે. ઉત્તરપૂર્વીય દિલ્હીમાં ઓછામાં ઓછા ૧૦ વિસ્તારોમાં હિંસા થઇ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કાનૂન અને  વ્યવસ્થાની Âસ્થતિને જાળવવા માટે કેજરીવાલે અપીલ કરી છે. દિલ્હી મેટ્રોએ જાફરાબાદ, મોજપુર, બાબરપુર, ગોકુલપુરી, જાહરી એન્કલેવ, શિવવિહાર સ્ટેશનોની એન્ટ્રી અને એÂક્ઝટ ગેટોને બંધ કરી દીધા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં દિલ્હીમાં છે ત્યારે આ પ્રકારની હિંસાનો દોર જારી રહ્યો છે. જાફરાબાદ અને બાબરપુર વિસ્તારમાં Âસ્થતી વિસ્ફોટક બનેલી છે. સવારમાં મૌજપુર અને બ્રહ્યપુરીમાં વ્યાપક હિંસાની શરૂઆત થયા બાદ સ્થતી વિસ્ફોટક બની ગઇ છે. તોફાની તત્વોએ પાંચ બાઇકોને આગ ચાંપી દીધી છે. ઘટનાસ્થળે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
હિંસાને ધ્યાનમાં લઇને પાંચ મેટ્રો સ્ટેશન જાફરાબાદ, મૌજપુર, બાબરપુર, ગોકુલપુરી, જાહરી એનક્લેવ, અને શિવ વિહારમાં બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હોવા છતાં હાલત કફોડી બનેલી છે. કેટલાક વિસ્તારોમાં આજે સ્કુલ અને કોલેજને બંધ રાખવાની ફરજ પડી હતી. દિલ્હીમાં જારી હિંસાના કારણે Âસ્થતી વણસી રહી છે. ઉત્તરપૂર્વીય દિલ્હીના વિસ્તારોમાં થયેલી હિંસાના મામલે તોફાની તત્વોની સામે ચાર કેસ દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે હિંસા એકાએક વધી ગઇ હતી. જેથી કેસ દાખલ કરવામાં આવ્યા નથી.સેંકડો લોકો હિંસાંમાં હજુ સુધી ઘાયલ થયા છે. દિલ્હીને ધ્યાનમાં લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હિંસાને ધ્યાનમાં લઇને સીઆરપીએફની ૧૦ કંપનીઓએ તૈનાત કરવામાં આવી રહી છે. બે કંપનીઓ રેપિડ એક્શન ફોર્સની પણ ગોઠવી દેવામાં આવી છે. શનિવાર અને રવિવારના દિવસે હિંસા થયા બાદ સોમવારે Âસ્થતી એકાએક વણસી ગઇ હતી. સીએએના વિરોધમાં અને સમર્થનમાં રહેલા લોકો આમને સામને આવી ગયા હતા. બંને તરફથી જારદાર સામ સામે પથ્થરમારો થયો હતો. ગોળીબાર  પણ થયો હતો. સીએએ વિરોધી ટીમમાંથી નિકળેલા એક યુવાને સમર્થન ટીમ પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે દહેશત ફેલાઇ ગઇ હતી. ગોળીબાર કરનાર લોકો ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. બીજી બાજુ પોલીસે કહ્યુ છે કે શાહરૂખ ખાન નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. આજે સતત ત્રીજા દિવસે હિંસા જારી રહી છે. મૌજપુર, કબીરનગર અને જાફરાબાદમાં હિંસા જારી છે. મૌજપુરમાં તો સવારમાં જ પથ્થરમારાની ઘટનાઓ શરૂ થઇ ગઇ હતી. કેટલાક વાહનોને પણ આગ ચાંપી દેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. દિલ્હીના કરાવલનગરમાં સવારમાં પથ્થરમારાની ઘટના બની હતી. બ્રહ્યપુરા વિસ્તારમાં બે જુથ વચ્ચે સામ સામે ગોળીબાર અને પથ્થરમારોની ઘટના બાદ રેપિડ એક્શન ફોર્સની તેનાતી કરવામાં આવી છે. કેટલાક લોકોએ કબીરનગર તરફ પથ્થરમારો કર્યો હતો. વ્યાપક હિંસાનો દોર જારી રહ્યો છે. ગોળીબારમાં રતનલાલ નામના હેડકોન્સ્ટેબલનું મોત થઇ ચુક્યુ છે.  હેડકોન્સ્ટેબલ રતનલાલ સહાયક પોલીસ કમિશનરની હેડક્વાર્ટર સાથે જાડાયેલા હતા. જાફરાબાદમાં પણ મોટી સંખ્યામાં હિંસા પર ઉતરેલા શખ્સો એકત્રિત થયા હતા. દેખાવકારોએ મોજપુરમાં બે મકાનને આગ ચાંપી દીધી હતી. જાફરાબાદમાં Âસ્થતિ ખુબ જ વિસ્ફોટક બન્યા બાદ કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. દિલ્હીમાં ભારે હિંસાનો દોર આજે જારી રહ્યો હતો. પથ્થરબાજી ઉપરાંત પોલીસની સામે આઠ ગોળીઓ છોડવામાં આવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.