ગુજરાત / ખેડૂતોની દિવસે વિજળીની માંગની પહોંચવા માટે સરકાર સોલાર ઉર્જાનું ઉત્પાદન વધારશે
ગાંધીનગર: રાજ્યમાં ખેડૂતો રાત્રિના બદલે દિવસે વીજળીની માંગણી કરી રહ્યા છે ત્યારે ઘરવપરાશ અને ઔદ્યોગિક ડિમાન્ડની સાથે કૃષિલક્ષી વીજળીની માંગને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સોલાર એનર્જીનું ઉત્પાદન વધારવા ઉપર ફોકસ કરી રહી છે. કેન્દ્રિય બજેટમાં પણ સોલાર એનર્જી માટે વધુ સહાય જાહેર કરાયા બાદ હવે ગુજરાત સરકાર રાજ્યના બજેટમાં પણ વિવિધ પ્રોત્સાહનો જાહેર કરે તેવી શક્યતા છે.સોલાર એનર્જી ક્ષેત્રે લીડ લેનાર ગુજરાતમાં મોટા સોલાર પાર્ક સ્થાપવાના આયોજન થઇ રહ્યા છે. સાથે ઘરવપરાશમાં સૌથી વધુ સોલાર રૂફટોપનો ઉપયોગ થાય તેવા પ્રયાસ છે. આગામી માર્ચ મહિના સુધીમાં જ સોલારના 2 લાખ જોડાણોનો ટાર્ગેટ રખાયો છે.હાલ રાજ્યમાં અંદાજે 500 મેગાવોટ ક્ષમતાના રૂફટોપ જોડાણો છે. એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 90 મેગાવોટની ક્ષમતાઉભીકરાઇછે.જ્યારેકુલ2800મેગાવોટની સોલાર ઉર્જાની ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કેન્દ્ર સરકારે સોલાર એનર્જી ઉપર ભાર મૂક્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને સોલાર સબમર્શીબલ પંપથી લઇને સોલાર પાર્ક અને રૂફટોપ સહિતની યોજના માટે જરૂરી નાણાકીય જોગવાઇ કરાશે. સ્કાય યોજનાને હવે કેન્દ્ર સરકારની કુસુમ યોજના સાથે જોડશે.કેન્દ્રની સહાયને કારણે ગુજરાતમાં સોલાર એનર્જીના ઉત્પાદનમાં વેગ આવશે અને ખેડૂતોને દિવસે વીજળી આપવાની દિશામાં આ મહત્વપૂર્ણ બનેશે. ઇલેક્ટ્રીક વ્હીકલનો વ્યાપ વધારવા યોજનાઓ પર ફોકસ કરાશે.