ગુજરાતઃ કોરોનાને લઇ રાજ્ય સહિત ભારત માટે આગામી ૨ દિવસ ભારે
૫મી એપ્રીલ સુધી દેશભરમાં કોરોના તેની ટોચ ઉપર હશે અને ત્યાર બાદ કોરોના વાયરસના વળતા પાણી થશે પણ બે દિવસ આખા ભારત માટે ભારે છે. ગુજરાતમાં કોરોનાને કારણે હાલત કફોડી બની રહી છે એવામાં દિલ્હીમાં તબલીગી જમાતમાં ભાગ લઈને આવેલા જીવતા કોરોના બોમ્બની સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે હજુ સુધી ગુજરાતમાંથી દિલ્હી ગયેલા લોકોમાંથી ૮૨ જણાની જ ભાળ મેળવાઈ છે જ્યારે ૬૮ જણા હજુ લાપતા છે. બીજી બાજુ સામે શંકાસ્પદ કેસ કંઈક નવી જ કહાની કહી રહ્યા છે.
તબલીગી જમાતના કાર્યક્રમમાં ગયેલા ૬૮ લોકો ગાયબ થઈ ગયા છે ગુજરાત સરાકારને આ લોકો મળી જ નથી રહ્યા ત્યારે ATS બાદ હવે સરકારે સેન્ટ્રલ એજન્સીની મદદ લીધી છે. અત્યાર સુધીમાં ૮૨ લોકોની ઓળખ કરાઈ છે. ગાયબ થયેલા લોકોની ક્રાઈમબ્રાંચ અને ATS શોધખોળ કરી રહી છે. કોરોના વાયરસનો ખતરો દેશમાં સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવાયું કે છેલ્લા ૧૨ કલાકમાં ૧૧૨ કેસ સામે આવ્યા છે. હાલ ભારતમાં કુલ ૨૩૦૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ભારતમાં કોરોનાથી કુલ ૫૬ લોકોના મોત થયા છે.
તબીબોના કહેવા મુજબ કોરોના વાયરસની ૧૪ દિવસની સાયકલ હોય છે. એટલે કે તેનો ચેપ લાગેને તુરંત તે ન પણ પકડાય પરંતુ ૧૪ દિવસમાં તે દેખા અવશ્ય દે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એટલે જ ૨૫મી માર્ચથી સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉનનું એલાન કર્યુ હતુ. ત્યારે પહેલા અઠવાડિયા બાદના દિવસોમાં કોરોનાથી ફેલાયેલા તમામ લોકોના રિપોર્ટ આવી જાય છે. એ જ ગણતરીએ હાલ ૧થી ૫ તારીખ ભારતમાં કોરોનાનું આક્રમણ થઈને એનો ભોગ બનેલા લોકોની સંખ્યા સામે આવશે અને જે લોકો સંક્રમિત છે પણ તેમને જાણ નથી તે લોકો બીજા પ્રસરાવતો અટકાવી શકશે.