
ગાંધીનગરઃ બાંધકામ સ્થળ પર ભેખડ ધસી પડી, ૫ લોકો દટાયા
ગાંધીનગરના કોબા વિસ્તારમાં કે રહેજા સાઇટ પર ગુડાની ગટર લાઇન નાખતા પાંચ મજૂરો દટાયા હતાં. જેમાંથી ચાર મજૂરોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યાં છે. ફાયર બ્રિગેડ દ્વારા એક મજૂરને બહાર લાવવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર દોડતુ થયુ છે. આ સાથે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતગાંધીનગર શહેરના કોબા વિસ્તારમાં કે રહેજા સાઇટ પર ગુડાની ગટર લાઇન નાખતા પાંચ મજૂરો દટાયા હોવાની ઘટના સામે આવી છે. હાલ ચાર ઇજાગ્રસ્ત મજૂરોને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. હાલ આ દુર્ઘટનામાં જાનહાનીનાં સમાચાર સામે આવ્યાં નથી. આ સાથે ફાયર વિભાગ દ્રારા રાહતની કામગીરી ચાલી રહી છે.