
કોરોના વિરૂદ્ધ આર્મીની તૈયારી ૧૩૩ હોસ્પિટલ, ૮૫૦૦ ડોક્ટર્સ, ૯ હજાર બેડ તૈયાર
નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થિતિનો સામનો કરવા ભારતીય સેનાની ત્રણેય પાંખ તૈયાર છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે આ મામલે વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરી હતી. જેમાં હાજર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)જનરલ બિપિન રાવતે કહ્યુ- આર્મીની હોસ્પિટલોમાં ૯ હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે. જેસલમેર, ચેન્નઇ, માનેસર, હિંડન અને મુંબઇમાં ૧ હજારથી વધુ લોકોને ક્વૉરન્ટિનમાં રાખવામાં આવ્યા છે. જેમનો ક્વૉરન્ટિન ૭ એપ્રિલના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. માર્ચ ૨૦૧૮ સુધીના આંકડાઓ અનુસાર દેશમાં આર્મીની ૧૩૩ હોસ્પિટલ છે. જેમાં ૧૧૨ મિલેટ્રી, ૧૨ એરફોર્સ અને ૯ નેવીની છે. આ વીડિયો કોન્ફરન્સ દ્વારા રક્ષા મંત્રીએ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે, એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ, આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસના ડીજી લેફ્ટિનન્ટ જનરલ અનૂપ બેનર્જી અને ડીઆરડીઓ ચેરમેન ડૉ. સતીશ રેડ્ડી સાથે વાત કરી.