
કોરોના વાઈરસ ચીનમાં વધુ 136ના મોત, મૃત્યુઆંક બે હજારને પાર, રશિયામાં પ્રવેશવા પર ચીનના નાગરિકો પર પ્રતિબંધ મૂકાયો
કોરોના વાઈરસથી ચીનમાં વધુ 136 લોકોના મોત સાથે મૃત્યુઆંક 2004 થયો છે. ચીનના હેલ્થ કમિશન રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે માત્ર હુબેઈ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 132ના મોત થયા છે. ચીનમાં 1749 નવા કેસ નોંધાયા છે જેમાંથી હુબેઈમાં 1963 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ચીનમાં 74185 પોઝિટિવ કેસ નોંધાયા છે.ગુરુવારથી ચીનના નાગરિકોને રશિયામાં પ્રવેશ નહીં કરી શકેરશિયાએ જાહેરાત કરી છે કે ગુરુવારથી ચીનના નાગરીકો તેના દેશમાં પ્રવેશ કરી શકશે નહીં. કોરોના વાઈરસના હાહાકારના પગલે રશિયાએ આ નિર્ણય કર્યો છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના નાગરિકો કામ માટે, અભ્યાસ માટે કે પ્રવાસ માટે રશિયમાં આવી શકશે નહીં. આ પ્રતિબંધ હંગામી છે.વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઉધનોમ ઘેબ્રેયસસે ચીનની હોસ્પિટલના પ્રમુખ ડો. લિયુ ઝિમિંગનું કોરોના વાઈરસના કારણે મોત થતા દુ:ખ વ્યક્ત કર્યું છે.