કોરોના વાઈરસ / ચીનમાં મૃતકોની સંખ્યા ૧૬૦૦ને પાર, ૬૭ હજારથી વધારે લોકોને ઈન્ફેક્શન; દિલ્હી કેમ્પોમાં રહેતા લોકો ટૂંક સમયમાં ઘરે પહોંચશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

 નવી દિલ્હી
    ચીનમાં કોરોના વાઈરસમાં અત્યાર સુધી ૧૬૩૧ લોકોના મોત થયા છે, જ્યારે ૬૭,૫૩૫ લોકોને ઈન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. નેશનલ હેલ્થ કમિશનના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ૧૪૩ નવા કેસ સામે આવ્યા છે. માત્ર હુબેઈમાં જ ૨૪૨૦ નવા ઈન્ફેક્શનના કેસ નોંધાયા છે, જ્યારે ૧૩૯ લોકોના મોત થયા છે. તે ઉપરાંત હેનાન શહેરમાં ૨ લોકો અને બેઈજિંગ અને ચોંગકિંગમાં ૧-૧ લોકોનું મોત થયું છે. ચીનના ૩૧ રાજ્યોમાં કોરોના વાઈરસનું ઈન્ફેક્શન થયું છે. હુબેઈમાં અત્યાર સુધી કુલ ૫૪,૪૦૬ કેસ નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં બનાવેલા આઈટીબીપી કેમ્પમાં રહેતા લોકોના અંતિમ નમૂના લેવામાં આવ્યા છે, હવે તેમને ઘરે મોકલવામાં આવશે.
 
મૃતકો અને ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યામાં થતા વધારાને ધ્યાનમાં રાખીને નેપાળ, ભૂટાન અને ચીનની બોર્ડર પર તહેનાત આઈટીબીપી અને એસએસબી જવાનોને વધારે એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરીને કહ્યું છે કે, બોર્ડર ચેકપોસ્ટ ઉપર પણ શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવા માટે એરપોર્ટ જેવી સુરક્ષા રાખવામાં આવી છે. જ્યારે ડીજીસીએએ એરપોર્ટ પ્રશાસનને નિર્દેશ આપ્યા છે કે, તેઓ ચીન સિવાય જાપાન અને દક્ષિણ કોરિયાથી આવતા યાત્રીઓની તપાસ શરૂ કરશે.
 
શુક્રવારે ચીની અધિકારીએ જણાવ્યુંકે હુબેઈને બાદ કરતા અન્ય રાજ્યોમાં કોરોના વાઈરસના ઈન્ફેક્શનમાં ઘટાડો થયો છે. જોકે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે જણાવ્યું કે વાઈરસને અટકાવવા અને દેખરેખ રાખવા માટે બિગ ડેટા, આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ માટે ડિજીટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈન્ફેક્ટેડ દર્દીઓને દવાઓ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે હોસ્પિટલમાં રોબોટ તહેનાત કરવામાં આવ્યા છે.
 
મુખ્ય ચીનથી બહારના વિસ્તારોમાં ૫૮૦ નવા કેસ નોંધાયા છે. પેલેસ્ટાઈન અને હોંગકોંગમાં એક-એક જ્યારે જાપાનમાં ૮૦ વર્ષની મહિલાને ઈન્ફેક્શન થયું છે. મહામારીમાંથી બહાર નીકળવા માટે ચીનને ૩૦ દેશો અને ચાર આંતરરાષ્ટ્રીય સંગઠનોએ મેડિકલ સંબંધી મદદ કરી છે. જ્યારે ટેક દિગ્ગજ અલીબાબાએ તેની દવા વિકસીત કરવા માટે રૂ. ૧૦૨૨ કરોડની મદદ આપી છે.
 
ચીનમાં ૧૭૦૦ સ્વાસ્થયકર્મીઓ વાઈરસની ઝપટમાં છે. તેમાં ૬ સ્વાસ્થયકર્મીઓનું મોત થઈ ગયું છે. હોસ્પિટલોમાં ડોક્ટર્સ માસ્ક અને સુરક્ષાના સાધનો વગર ત્યાં દિવસ-રાત મહેનત કરી રહ્યા ચે. જ્યારે ઉૐર્ંએ કહ્યું છે કે, તેમની સંપૂર્ણ ટીમ આ સપ્તાહના અંત સુધીમાં ચીન પહોંચી જશે. એક ટીમ પહેલાં જ ચીન પહોંચી ગઈ છે. આ ટીમમાં સમગ્ર દુનિયામાંથી ૧૦ નિષ્ણાતો પસંદ કરવામાં આવ્યા છે. આ ટીમ બીમારી રોકવાના ઉપાય શોધશે.
 
કોરોના વાઈરસની મહામારીથી લડવા માટે વુહાનના લોકોની હિંમત વધારવા અમેરિકા, તાઈવાન, પેલેસ્ટાઈનમાં લૂનર ન્યૂ યર પરેડ કરવામાં આવી છે. તેમાં લોકોએ વુહાન સ્ટે સ્ટ્રોંગ, લોંગ લિવ વુહાન જેવા પોસ્ટર દર્શાવ્યા હતા. ઝિયાનમાં લેન્ટર્ન રેલી પણ કાઢવામાં આવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.