કોરોના : દેશમાં આ વસ્તુઓની ખુબ જ જરૂર, આગામી બે મહિના ભારત માટે મહત્વના
કોરોના
ભારતમાં કોરોના વાયરસ ખુબ જ ઝડપી ફેલાઇ રહ્યો છે. જેના કારણે પીપીઇ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, અને ટેસ્ટિંગ કિટ, ની માંગમાં વધારો થઇ રહ્યો છે. આ તમામ વસ્તુ જોતા કેન્દ્ર સરકારે અંદાજો લગાવ્યો છે કે, આગામી બે મહિનામાં ભારતને ૨.૭ કરોડ એન૯૫ માસ્ક, ૧.૫ કરોડ પીપીઇ, ૧૬ લાખ ટેસ્ટિંગ કિટ અને ૫૦ હજાર વેંડટિલેટરની જરૂર પડશે.
સૂત્રો અનુસાર ૩ એપ્રિલે નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કેટલાક બિઝનેસના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી, જેમા ખાનગી સેક્ટર, એનજીઓ અને આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશનને પણ આ વિશે જાણકારી આપી દેવામાં આવી હતી કે, ભારતમાં આગામી સમયમાં આ વસ્તુઓની કેટલી જરૂર પડી શકે છે.
અધિકારીઓ અનુસાર જૂન સુધી ૫૦ હજાર વેંટિલેટરની જરૂર પડશે, જેમાંથી ૧૬ હજાર અત્યારે ઉપલબ્ધ છે અને બાકી ૩૪ હજાર વેંટિલેટર માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. અધિકારીઓનો આ જવાબ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓના તે સાવલ બાદ આવ્યો, જેમા તેમણે પૂછ્યુ હતું કે, આ પ્રોજેક્ટ માટે સરકારની ખરેખર કેટલી જરૂર છે. તેમના અનુસાર કોઇ પણ પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે તેની જાણકારી હોવી જરૂરી છે.
આ મિટિંગમાં અમિતાભ કાંત સિવાસ અમિતાભ કાંત ઉપરાંત સલાહકાર ડો.વિજયરાઘવન, એનડીએમએ સદસ્ય કમલ કિશોર, સીબીઆઈસી સભ્ય સંદીપ મોહન ભટનાગર, અધિક ગૃહ સચિવ અનિલ મલિક, પીએમઓમાં સંયુક્ત સચિવ ગોપાલ બગલે અને કેબિનેટ સચિવાલયના ઉપસચિવ ટીના સોની ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડસ્ટ્રીઝ વતી ફિક્કીના પ્રમુખ ડો.સંગીતા રેડ્ડી, ફિક્કીના વરિષ્ઠ ઉપપ્રમુખ ઉદય શંકર, ફિક્કીના ઉપપ્રમુખ મહેતા, હની વેલના અશ્વિની ચનન અને મહાજન ઇમેજિંગના હર્ષ મહાજન ઉપસ્થિત રહ્યા હતા.