
કોરોના : દેશમાં અત્યાર સુધી ૧૩૭ કેસ, ૩ લોકોએ જીવ ગુમાવ્યા.
દેશમાં કોરોના વાઈરસથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૨૯ કેસ સામે આવી ચૂક્યા છે. ૧૭ માર્ચે જ પાંચ નવા કેસ સામે આવ્યા છે.લદ્દાખમાં વધુ ત્રણ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં બે કેસ લેહ અને ૧ કારગિલ જિલ્લાનો છે. ૧૦ માર્ચે દેશમાં કુલ ૫૦ સંક્રમિત હતા. કુલ સંક્રમિતોમાં ૧૭ વિદેશી નાગરિકો પણ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી ૧૨ સંક્રમિત સ્વસ્થ થઈ ચૂક્યા છે. હર્ષવર્ધને કહ્યુ કે ૫૪ હજાર લોકોને દેખરેખ હેઠળ રખાયા છે. રેલવેએ ૨૨ ટ્રેન રદ્દ કરી છે.