
કોરોના : કનિકાનો સતત પાંચમી વખત કોરોના રિપોર્ટ પોઝિટીવ, ડોક્ટરે કહ્યું ..
કોરોના
કનિકા આમ તો ૨૦ માર્ચથી દવાખાનામાં દાખલ થઈ ગઈ છે. પરંતુ અત્યાર સુધી કોરોનાથી તેનો પીછો છૂટ્યો નથી. હાલમાં પાંચમો ટેસ્ટ આવ્યો છે. તેમાં પણ કનિકા કપૂરને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ રિપોર્ટ આવતાની સાથે જ પરિવાર અને ફેન્સને દુઃખ થયું હતું.
પીજીઆઈના ડાયરેક્ટર આર.કે. ધિમાને કહ્યું છે કે, કનિકાની તબીયતમાં ઘણો સુધારો છે. તેની હાલત અત્યારે સ્થિર છે. તેમાં કોઈ જ ગંભીર લક્ષણો જોવા નથી મળી રહ્યા. પરંતુ તેમનો પાંચમો ટેસ્ટ પણ હજુ સુધી પોઝિટિવ છે. તે પોતાના જ વોર્ડમાં દાખલ છે. ભોજન પણ લઈ રહી છે. સતત પોઝિટીવ આવતી હોવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ રહેવું પડશે. તે સિવાય ડાયરેક્ટરે કનિકા કપૂરને સીરિયસ સંક્રમણ હોવાના સમાચારોને પણ ફગાવ્યા છે.