કોરોના ઈન્ડિયા : અત્યાર સુધી ૬૮૨૯ કેસ, ૨૩૬ લોકોના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી
 
દેશમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા ૬૮૨૯ થઈ ગઈ છે. ગુરુવારે એક દિવસમાં રેકોર્ડ ૮૦૯ પોઝિટિવ મળ્યા છે. આ સંક્રમિતોની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. આ ઉપરાંત અત્યાર સુધી દેશમાં ૨૩૬ લોકોના મોત થયા છે. આ પહેલા ૫ એપ્રિલે એક દિવસમાં ૬૦૫ કેસ સામે આવ્યા હતા. આ આંકડા ર્ષ્ઠvૈઙ્ઘ૧૯ૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તિ વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, હાલ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૫૮૬૫ બતાવાઈ છે. જેમાંથી ૪૭૭ દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે ૧૬૯ લોકોના મોત થયા છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.