કોરોના ઈન્ડિયા : અત્યાર સુધીમાં ૮,૮૪૪ કેસ, મૃત્યુઆંક ૩૦૫

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી
એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે લેબોરેટરીથી પ્રાપ્ત કેટલીક માહિતીથી જાણવા મળ્યુ છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો કોવિડ-૧૯ના સંક્રમણના કંઈક હસ્તક અસર થઈ શકે છે. પણ આ વાત એટલી પૂરતી નથી. ICMRના નિષ્ણાતોનું માનવુ છે કે કોરોના વાઈરસના ક્લોઝ કોન્ટેક્ટમાં રહેલા લોકો માટે તે કંઈક હસ્તક મદદરૂપ બની શકે છે પણ તે તમામના ઈલાજ માટે નથી. તેનાથી કેટલીક હૃદય સંબંધિત સમસ્યા સર્જાઈ શકે છે. તે હૃદયના ધબકારાને અસર થઈ શકે છે. એટલે કે અન્ય દવાઓની માફક તેની પણ આડઅસર થઈ શકે છે. સામાન્ય લોકોને તેના ફાયદા કરતા નુકસાન વધારે થઈ શકે છે. જ્યારે 
 
 
નિઝામુદ્દીન મરકજમાં એકત્રિત થયેલા તબલીઘ જમાતને દેશમાં કોરોના સંક્રમણના કેસ વધવા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. પણ હવે કેજરીવાલ સરકારે તેના હેલ્થ બુલેટીનમાં મરકજ કેટેગરી હટાવી દીધી છે. તેને બદલે અંડર સ્પેશ્યલ ઓપરેશન્સ લખવામાં આવ્યુ છે. આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે મરકજ ઓપરેશન એક જ ન હતું, તેની સાથે અન્ય ઘણાબધા જોડાયેલા હતા. હવે આ તમામને એક કેટેગરી હેઠળ લાવવામાં આવ્યા છે. તેનાથી કોઈ ફેર પડશે નહીં. મરકજના લોકોના આંકડા અલગથી લખવા બદલ દિલ્હી લઘુમતી પંચે સખત વાંધો ઉઠાવ્યો હતો.
 
આજે દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા ૮,૮૪૪ થઈ ગઈ છે. રવિવારે ૩૪૦ કેસ સામે આવ્યા છે. તે પૈકી મહારાષ્ટ્રમાંથી ૧૪૮, રાજસ્થાનમાંથી ૯૬, મધ્ય પ્રદેશમાંથી ૫૨, ગુજરાતમાંથી ૨૫ અને કર્ણાટકમાંથી ૧૧ દર્દીના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. કુલ મૃત્યુઆંક ૩૦૫ થયો છે. આ આંકડા covid19india.org  વેબસાઈટ અને રાજ્ય સરકારો તરફથી રજૂ કરવામાં આવેલી માહિતી પ્રમાણે છે. બીજી બાજુ આરોગ્ય મંત્રાલયના મતે રવિવારે સવારે ૮ વાગે દેશમાં ૮,૩૫૬ લોકો સંક્રમિત હતા. આ પૈકી ૭,૩૬૭ દર્દીનો ઈલાજ થઈ રહ્યો છે અને ૭૧૫ લોકોને સારું થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 
 
બીજી બાજુ કોરોના વાઈરસ હવે બાળકોનો પણ જીવ લઈ રહ્યો છે. જયપુરમાં રવિવારે ઈદગાહ વિસ્તારમાં ૧૩ વર્ષની એક બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેને ટાઈફોડની ફરિયાદ કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બાળકી તેની નાનીને ત્યા રહેતી હતી અને તબિયત બગડતા દાખલ કરવામાં આવી હતી. આ બાળકીને ૮ એપ્રિલના રોજ જયપુર શિફ્ટ કરવામાં આવી હતી. શનિવારે ઈલાજ સમયે તેનું જેકેલોન હોસ્પિટલમાં મૃત્યુ થયુ હતું. ગત રવિવારે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજરાતમાં જામનગરમાં કોરોના પીડિત ૧૪ મહિનાની બાળકનું મોત થયુ હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.