કોરોનાવાઈરસ : ૧૮ દેશોમાં અત્યાર સુધીમાં ૩૫૫૯ લોકોના મોત,ચીન બાદ ઈટલીમાં સૌથી વધુ ૨૩૩ લોકોના જીવ ગયા.
ચીનમાં કોરનાવાઈરસનો પ્રભાવ ઘટી રહ્યો છે. અહીં શનિવારે માત્ર ૨૭ લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમણના ૪૧ મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તમામ મામલાઓ દેશના સૌથી વધુ પ્રભાવિત હુબેઈ પ્રાંતના છે. જ્યારે ચીન બાદ સૌથી વધુ ઈટલીમાં ૨૩૩ લોકોના મોત થયા છે. જ્યારે ૫૮૮૩ લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ ચૂકી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના જણાવ્યા મુજબ, ચીનની બહાર ૨૧,૧૧૪ લોકો સંક્રમિત થયા છે અને ૪૧૩ લોકોના મોત થયા છે. ચીનના હેલ્થ કમીશને રવિવારે કહ્યું કે શનિવારે હોસ્પિટલમાંથી ૧૬૬૦ લોકોને રજા મળી છે. અહીં અત્યાર સુધીમાં ૫૭,૦૬૫ નાગરીકો ઠીક થઈ ચૂક્યા છે. ચીનમાં સૌથી વધુ હુબેઈ પ્રાંતમાં ૬૭૭૦૭ લોકો સંક્રમિત થયા છે. અહીંના વુહાન શહેર કોરોનાવાઈરસનું કેન્દ્ર રહ્યું છે.
અમેરિકાના ન્યુયોર્કમાં શનિવારે કોરોનાવાઈરસના મામલા વધીને ૭૬ થઈ ગયા છે. બાદમાં ત્યાંના ગવર્નર એન્ડ્રયૂ ક્યુમોએ રાજયમાં ઈમરજન્સી જાહેર કરી છે. સમાચાર એજન્સી સિન્હુના જણાવ્યા મુજબ, સૌથી વધુ વસ્તીવાળા શહેરમાં ૧૧, ન્યુયોર્કના વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં ૫૭, લોન્ગ આઈલેન્ડના નાસાઓ કાઉન્ટીમાં ચાર, રોકલેન્ડ કાઉન્ટી અને સારાટોગ કાઉન્ટીમાં ૨-૨ નવા મામલાઓની પુષ્ટિ થઈ છે. આ પહેલા કેલિફોર્નિયામાં ઈમરજન્સી લગાવવામાં આવી હતી.