કોરોનાવાઈરસ : ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો વધી રહ્યો છે, કુલ ૨૮ કેસ.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી 
   ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો વધી રહ્યો છે, જે સરકાર અને લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે પત્રકાર પરિષદમાં ચોકાવનારી વિગતો આપી છે કે ભારતમાં કોરોના વાઈરસના ૨૮ કેસ સામે આવ્યા છે. જેમાં ઈટાલીથી ભારતમાં ફરવા આવેલું ગ્રુપ આ વાઈરસનો શિકાર બન્યું છે. જેમાં કુલ ૧૬ પ્રવાસીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે સાથે તેમના બસના ડ્રાઈવરનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.
 
ડો. હર્ષવર્ધને વધુમાં જણાવ્યું હતું કે દેશમાં વાઈરસની તપાસ માટે ૧૫ લેબોરેટરી હતી આજ સાંજ સુધીમાં વધુ ૧૯ લેબોરેટરી કાર્યરત થઈ જશે. સરકાર ઈરાનમાં પણ લેબોરેટરી શરૂ કરવાની દીશામાં કામ કરી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ હજાર લોકોના લોહીના રિપોર્ટ કરાયા છે. ૨૮ કેસમાં ત્રણ કેરળમાં, એક દિલ્હીમાં, એક તેલંગાણામાં, છ આગ્રામાં, ૧૭ કેસ ઈટાલીથી ફરવા આવેલા ઈટાલીના નાગરિકો, આ ગ્રુપના બસના ભારતીય ડ્રાઈવરનો સમાવેશ થાય છે. ઈટાલીના આ તમામ નાગરિકોને આટીબીપી કેમ્પ છાવલા મોકલી દેવાયા છે. કેરળના ત્રણ કેસને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કોઈ વ્યક્તિને પોઝિટિવ જાહેર કરતા પહેલા બે વાર તેનો ટેસ્ટ થાય છે.
 
સતર્કતાના ભાગ રૂપે મંગળવારે નોઈડાની બે શાળા બંધ કરી દેવાઈ હતી. આ સાથે જ દિલ્હી-દ્ગઝ્રઇની પાંચ શાળાઓને બંધ કરી દેવાઈ છે. દિલ્હી સરકાર ૩.૫ લાખ ન્ ૯૫ માસ્કની વ્યવસ્થા કરી રહી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કોરોનાવાઈરસને ફેલાતો અટકાવવા માટે સમારોહ કરવાનું ટાળવાનું સૂચન આપ્યું હતું સાથે જ પોતે પણ આ વખતના હોળી મિલન કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનું જણાવ્યું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.