
કોરોનાવાઈરસ : ચીનથી 80 ભારતીય ખાસ વિમાનમાં પાછા ફરશે
નવી દિલ્હી: ચીનના વુહાનમાં ફસાયેલા 80 અને 40 પાડોશી દેશોના નાગરિકોને લાવવા વાયુસેનાનું એક વિમાન બુધવારે રવાના થયું હતું. ચીનને મદદ કરવાના હેતુથી તેમાં 15 ટન ચિકિત્સા સામગ્રી પણ મોકલાઈ છે. ગયા અઠવાડિયે ભારતે આરોપ મૂક્યો હતો કે ચીન વિમાન મોકલવાની મંજૂરી આપવા ઈનકાર કરી રહ્યું છે, જ્યારે બીજા દેશોના નાગરિકોને તેઓ લઈ જવાની મંજૂરી આપી દે છે.બીજી તરફ, જાપાનના દરિયામાં લાંગરેલા ક્રૂઝ પર મોજુદ જે ભારતીયોના બ્લડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે તેમને ચાર્ટર્ડ વિમાનથી ભારત લવાશે. આ ક્રૂઝ પર સવાર દર્દીઓની સંખ્યા 16 થઈ ગઈ છે. કોરોના વાઈરસથી મૃત્યુ પામનારાની સંખ્યા 2,700ને પાર: ચીનમાં 52 લોકોનાં મોત થવાની સાથે મોતનો આંકડો 2,715 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, ચેપનો ભોગ બનનારાની સંખ્યા 80 હજારથી વધુ થઈ ગઈ છે.