
કોરોનાવાઇરસઃ જાપાનમાં જહાજ પર ફસાયેલા ભારતીયોને બચાવવા માટે વિશેષ વિમાન મોકલાશે
નવી દિલ્હી/બેઇજિંગ: જાપાનના યોકોહોમા પોર્ટ પર રોકી રખાયેલા ડાયમંડ પ્રિન્સેસ શિપ પરથી ભારતીય નાગરિકોને બચાવવા ચાર્ટર્ડ પ્લેન મોકલાશે. જાપાન સ્થિત ભારતીય દૂતાવાસે મંગળવારે આ માહિતી આપી. જોકે, તે માટે કેટલીક શરતો રખાઇ છે. જે લોકોએ ક્રૂઝ પરથી નીકળવા હા પાડી છે અને જેમના રિપોર્ટ નેગેટિવ છે તે આનો લાભ લઇ શકશે. બીજી તરફ ચીનમાં અત્યાર સુધીમાં 2,663થી વધુ મોત થઇ ચૂક્યાં છે. દુનિયાભરમાં કોરોના વાઇરસના 80 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 27 હજારથી વધુ લોકોને રજા મળી ચૂકી છે.
WHOનું એલર્ટ: ડબ્લ્યુએચઓના વડા ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસસે કહ્યું કે સંગઠને હજુ સુધી કોરોના વાઇરસને રોગચાળો નથી માન્યો પણ સંભવિત રોગચાળાના મુકાબલા માટે તમામ દેશોએ તૈયાર રહેવું જોઇએ.દક્ષિણ કોરિયામાં 977ને ચેપ, 10નાં મોતકોરિયા સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ દક્ષિણ કોરિયામાં 977 લોકો કોરોના વાઇરસની લપેટમાં છે જ્યારે 10 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. અખાતી દેશ ઇરાનમાં અત્યાર સુધીમાં કુલ 47 લોકોને ચેપ લાગ્યો છે, જેમાંથી 12નાં મોત થઇ ચૂક્યાં છે. ઇરાનની નબળી સરકાર અને કંગાળ સ્વાસ્થ્ય સેવાઓના કારણે ત્યાં વાઇરસ ફેલાવાથી મૃત્યુઆંક વધી શકે છે.સ્પેનના ટેનીરિફમાં સેંકડો પર્યટકો હોટલમાં ફસાયાકોરોના વાઇરસના શંકાસ્પદ ઇટાલીના એક પર્યટકને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સેંકડો લોકો ટેનીરિફની એક હોટલમાં ફસાયા છે. તેમના બહાર નીકળવા પર રોક લગાવી દેવાઇ છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે હોટલમાં હાજર પર્યટકોની તપાસ કરાઇ રહી છે.કુવૈતે દ.કોરિયા, થાઇલેન્ડ, ઇટાલીની ફ્લાઇટ્સ રોકીકુવૈતે કોરોના વાઇરસના કારણે દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને ઇટાલી જતી અને ત્યાંથી આવતી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. ડીજીસીએએ કહ્યું કે કુવૈતમાં પહેલો કેસ સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રાલયના આદેશથી કુવૈતની તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે.