કોરાનાઃ ભારતમાં કુલ ૪૨૧ કેસ અને ૭ મોત,મોદીએ કહ્યું- લોકડાઉનના નિયમોનું પાલન કરાવો
કોરાનાવાઈરસ
દેશમાં કોરાનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં ૪૨૧ કેસ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે ૮ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે અને ૧ સંક્રમિતનું મોત થયું છે. ૧૪ કેસ મુંબઈ અને ૧ પુનામાં મળ્યો છે. હવે અહીં કુલ ૮૯ કેસ થયા છે. ૨૨ રાજ્યોના ૭૫ જિલ્લામાં ૩૧ માર્ચ સુધી લોકડાઉ છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ, રવિવારે સૌથી વધુ ૮૧ લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. અગાઉ શનિવારે ૭૯ નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા.
કોરોના સંક્રમણ દેશના ૨૩ રાજ્યોમાં પહોંચી ચુકયુ છે. સૌથી વધુ ૮૯ મામલાઓ મહારાષ્ટ્ર અને બાદમાં કેરળમાં ૬૭ સંક્રમિત મળ્યા છે. કોરોનાના ૯૦ ટકા દર્દી હોસ્પિટલમાં દાખલ છે. માત્ર ૭ ટકા મામલામાં રિકવરી થઈ છે. દેશ ધીરે-ધીરે લોકડાઉન તરફ આગળ વધી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, લોકડાઉને હજુ પણ કોઈ ગંભીરતાથી નથી લઈ રહ્યું. મહેરબાની કરીને પોતાને સાચવો , પરિવારને સાચવો. આદેશોને ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારને મારી અપીલ છે કે તે નિયમો અને કાયદાનું પાલન કરાવે