એલર્ટ / ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ સામે આવ્યો, કેરળનો વિદ્યાર્થી ભોગ બન્યો, ચીનમાં અત્યાર સુધીમાં ૧૭૦ના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લ્લા ૨૪ કલાકમાં ચીનમાં ૧૭૦૦ નવા કેસ નોંધાયા
 
અત્યાર સુધીમાં કોરોના વાઈરસના ૭૭૧૧ કેસ સામે આવ્યા
 
ફિલિપાઇન્સમાં પણ એક પોઝિટીવ કેસ નોંધાયો
 
 
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ નોંઘાયો છે. કેરળનો વિદ્યાર્થી આ વાઈરસનો ભોગ બન્યો છે. વિદ્યાર્થી ચીનની વુહાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ચીનથી પરત ફર્યા બાદ તેનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ તેની હાલત સ્થિર છે અને તેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ આ વાતને સમર્થન આપ્યું છે. ફિલિપાઇન્સમાં પણ આજે એક પોઝિટીવ કેસ નોંધાયો છે.ચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં ૧૭૦ લોકોના મોત થયા છે. સ્પુતનિક ન્યૂઝ એજન્સી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ચીનમાં ૧૭૦૦ નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ૭૭૧૧ કેસ સામે આવ્યા છે. કોરોના વાઈરસના પ્રભાવને જોઈને આજે (ગુરુવારે) વિશ્વ આરોગ્ય સંસ્થા (ઉૐર્ં)ની બીજી બેઠક મળશે. જેમાં આને લઈને ગ્લોબલ હેલ્થ ઈમર્જન્સીની જાહેરાત થઈ શકે છે.
વુહાનમાં ૫૦૦ ભારતીય વિદ્યાર્થીઓ,તેમની ખાવા-પીવાની વસ્તુઓ ખતમ થઈ રહી છે
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ વુહાનમાં અંદાજે ૫૦૦ ભારતીય વિદ્યાર્થીઓ છે. તેમની ખાવા-પીવાની વસ્તુઓ ખતમ થઈ રહી છે. સરકાર તેઓને પરત લાવવા માટે બે વિમાન મોકલવા તૈયાર છે, ભારતીય દૂતાવાસ આ બાબતમાં ચીન સરકાર સાથે વાતચીત કરી રહી છે.
૧૮ દેશમાં કોરોના વાઈરસની પુષ્ટી થઈ છે
વિશ્વના ૧૮ દેશમાં કોરોના વાઈરસના કેસ નોંઘાઈ ચૂક્યા છે. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. થાઈલેન્ડમાં ૧૪, તાઈવનમાં ૮, જાપાન, સિંગાપુર, માકાઉ અને મલેશિયામાં સાત- સાત, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પાંચ- પાંચ, દક્ષિણ કોરિયા, યુએઈ અને જર્મનીમાં ચાર-ચાર, કેનેડા અને વિયતનામમાં બે-બે, કંબોડિયા, નેપાળ, ફિલિપાઈન્સ અને ભારતમાં એક એક કેસ નોંઘાયો છે.
 
 
એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ ચીન જનાર કેટલીક ફ્લાઈટ્સ રદ કરી
 
 
ઈન્ડિંગોએ ૧ ફેબ્રુઆરીથી ૨૦ ફેબ્રુઆરીની વચ્ચે દિલ્હી અને બેંગલુરુથી ચીન જનાર ફલાઈટ્સને રદ કરી છે. બ્રિટિશ એરવેઝે તાત્કાલિક ધોરણે ચીન જનાર પોતાની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. આ સિવાય રશિયાની યુરાલ્સ એરલાઈને પણ યુરોપના કેટલાક શહેરોમાં જનાર તમામ ફ્લાઈટ્સને કેન્સલ કરી દીધી છે.
 
 
આ દેશોમાં ઈન્ફેક્શનો સૌથી વધુ ખતરો
 
 
સાઉથહેમ્પટન યુનિવર્સિટીના અધ્યનના જણાવ્યા મુજબ ઈન્ફેક્શનનો સૌથી વધુ ખતરો થાઈલેન્ડમાં છે. લિસ્ટમાં જાપાન બીજા અને હોન્ગકોન્ગ ત્રીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયા ૧૦માં, બ્રિટન ૧૭માં નંબરે છે. આ લિસ્ટમાં ભારતનો નંબર ૨૩મો છે.
 
 
ટોયોટાએ ચીનમાં પોતાના પ્લાન્ટ બંધ કર્યા, એપ્પલે કર્મચારીઓને પ્રતિબંધિત કરી
જાપાનની કાર મેન્યુફેકચરિંગ કંપની ટોયોટાએ ચીનમાં પોતાના પ્લાન્ટને ૯ ફેબ્રુઆરી સુધી બંધ કર્યો છે. કંપનીનું કહેવું છે કે સરકારના નિર્દેશ અને પાર્ટ્સ સપ્લાઈની સ્થિતિને જોતા અમે આ નિર્ણય કર્યો છે કે અમે ચીનમાં પોતાનો પ્લાન્ટ બંધ રાખીશું. અગામી નિર્ણય ૧૦ ફેબ્રુઆરીએ લેવામાં આવશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.