ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં ૧૨ લાખ કરોડનું સોનું મેળવવામાં વિશ્વનો સૌથી ઝેરી સાપ બનશે અડચણ?

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ૩,૩૫૦ ટન સોનાનો ભંડાર છે. સોનભદ્ર જિલ્લાની સોન પહાડીમાં ૨,૯૪૩.૨૫ ટન સોના અને હરદી ક્ષેત્રમાં ૬૪૬.૧૫ કિલો ટન સોનાના ભંડારો હોવાનો અંદાજ સામે આવ્યો છે. જિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા અને ડાયરેક્ટરેટ ઓફ જિયોલોજી એન્ડ માઈનિંગે શુક્રવારે આ બાબતની પુષ્ટિ કરી હતી. હવે યુપી સરકાર દ્વારા સોનાના બ્લોકની ફાળવણી મુદ્દે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઈટેન્ડરિંગ દ્વારા તેની હરાજી કરવાના આદેશ પણ જારી કરી દેવાયા છે. જિયો ટેગિંગ કરવા માટે સાત સભ્યોની એક ટીમ બનાવવામાં આવી છે જે શનિવારે ૨૨મી ફેબ્રુઆરીએ પોતાનો અહેવાલ ઉત્તર પ્રદેશ સરકારને સોંપી દેશે. પરંતુ જે જગ્યાએથી સોનાનો ભંડાર મળ્યો છે ત્યાં વિશ્વના સૌથી ઝેરી સાપોનો વસવાટ છે. વિશ્વના સૌથી ઝેરી સાપોમાં જેમની ગણતરી થાય છે તેવા રસેલ વાઇપર, કરૈત અને કોબરા મોટી સંખ્યામાં અહીં મળી આવે છે.
 
૨૦૦૫માં જિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયાની ટીમ દ્વારા અહીંયા અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તે સમયે અહીંયાં સોનું ધરબાયેલું હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ૨૦૧૨માં આ દાવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ દિશામાં ત્યારથી કામ શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં ભારત સરકાર પાસે ૬૨૬ ટન સોનું રિઝર્વ છે. સોનભદ્રમાં જે સોનું મળ્યું છે કે, ભારતના કુલ રિઝર્વ સોના કરતાં પાંચ ગણું વધારે છે. અંદાજે ૧૨ લાખ કરોડ રૂપિયાનું સોનું મળવાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાંથી જમીનમાંથી સોનું કાઢવા માટે ખાણોને ભાડે આપવાની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયાથી વિશ્વના સૌથી ઝેરી સાપના રહેઠાણ પર ખતરો મંડાયો છે.
 
તમને જણાવી દઇએ કે, વિશ્વમાં સૌથી ઝેરી સાપોની પ્રજાતિમાં જેની ગણતરી થાય છે તે રસેલ વાઇપર પ્રજાતિ પ્રદેશમાં એકમાત્ર સોનભદ્ર જિલ્લામાં મળી આવે છે. સોનભદ્રમાં આ પહેલા અહીં રસેલ વાઇપર, કોબરા અને કરૈત પ્રજાતિના સાપ મળી આવતા હતા.
 
તો ભારત વિશ્વમાં બીજા ક્રમનું ગોલ્ડ રિર્ઝવ ધરાવતું દેશ બની જશેહાલમાં ભારત સરકાર પાસે ૬૨૬ ટન સોનું રિઝર્વ છે. જો સોનભદ્રનો ૩,૩૫૦ ટન સોનાનો ભંડાર ઉમેરાશે તો ભારત વિશ્વમાં બીજા ક્રમનું ગોલ્ડ રિર્ઝવ ધરાવતો દેશ બની જશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.