ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. ઈરાનની અર્ધ-સત્તાવાર સમાચાર એજન્સી મેહરે આની જાહેરાત કરી છે.

રઈસી સાથે હેલિકોપ્ટરમાં રહેલા વિદેશ મંત્રી હુસૈન અમીરાબદુલ્લાહિયનના પણ મૃત્યુની જાણકારી આપવામાં આવી છે. આ પહેલાં તેમના હેલિકોપ્ટરનો કાટમાળ અઝરબૈજાનની પહાડીઓમાંથી મળી આવ્યો હતો. તેમાં રાષ્ટ્રપતિ રઈસી સહિત 9 લોકો હતા.

હેલિકોપ્ટર રવિવારે સાંજે 7.30 વાગ્યે અઝરબૈજાન નજીક ગુમ થયું હતું. આખી રાત તેની શોધ ચાલી રહી હતી. આ વિસ્તારમાં ભારે વરસાદ, ધુમ્મસ અને ઠંડીના કારણે શોધખોળ કરવામાં મુશ્કેલી પડી હતી. ત્રણ બચાવકર્મી ગુમ થયા છે.

રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશ મંત્રી હુસૈન ઉપરાંત, હેલિકોપ્ટરમાં પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલિક રહેમતી, તબરીઝના ઇમામ મોહમ્મદ અલી અલીહાશેમ, એક પાઇલટ, સહ-પાઇલટ, ક્રૂ ચીફ, સુરક્ષાના વડા અને બોડીગાર્ડ સવાર હતા.

રાષ્ટ્રપતિ રઈસીના નિધન બાદ મંગળવારે ઈરાનના સંસદ ભવનના સત્રને બોલાવવામાં આવ્યું છે. ઈરાનની સરકારી મીડિયા એજન્સી IRNAએ આ જાણકારી આપી છે. એવી અટકળો છે કે સંસદની આ બેઠકમાં વચગાળાના રાષ્ટ્રપતિના નામની જાહેરાત થઈ શકે છે. એવી અટકળો ચાલી રહી છે કે ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મુખર્જી વચગાળાના રાષ્ટ્રપતિ હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.