અયોધ્યા : ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર માટે રૂપિયા ૧ કરોડનું દાન આપ્યું, બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે, “હું બીજેપીથી અલગ થયો છું, હિંદુત્વથી નહીં.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અયોધ્યાઃ મહારાષ્ટ્ર સરકારના આજે ૧૦૦ દિવસ પૂરા થયા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહપરિવાર રામની નગરી અયોધ્યા અને હનુમાનગઢીના દર્શન માટે પહોંચ્યા છે. આ પ્રસંગે તેમણે રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા એક કરોડનું દાન કરવાની જાહેરાત કરી છે. રામલલાના દર્શન અગાઉ તેમણે કહ્યું કે આપણે સૌ રામભક્ત સાથે મળી મંદિર નિર્માણ કરશું. હું ભાજપથી અલગ થયો છું, હિન્દુત્વથી નહીં. તેમણે મુખ્યમંત્રી યોગીને અપીલ કરી હતી કે મહારાષ્ટ્રથી આવતા ભક્તો માટે ભવન નિર્માણ કરવા જમીન ફાળવવામાં આવે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ ૨૮ નવેમ્બરે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCPના સમર્થનથી સરકારની રચના કરી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આજે તેઓ અયોધ્યાની ત્રીજી વખત મુલાકાત લઈ રહ્યા છે. લોકસભા ચુંટણી અગાઉ અને બાદમાં ઉદ્ધવે અયોધ્યા પ્રવાસ કરી રામલલાના દર્શન કર્યા હતા. તેઓ સરયૂ આરતી અને જનસભાનો કાર્યક્રમ હતો પણ કોરોના વાઈરસને લઈ ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયની એડવાઈઝરી બાદ ભીડ એકત્રિત કરવાના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.
 
મુખ્યમંત્રી ઠાકરે શનિવારે બપોરે ખાસ વિમાનથી પરિવાર સાથે લખનઉ સ્થિત ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીંથી તેઓ સડક માર્ગે અયોધ્યા ગયા હતા. જ્યાં ઉદ્ધવ ઠાકરેનો બે કલાકનો કાર્યક્રમ છે. દરમિયાન વિશેષ ટ્રેન મારફતે આશરે અઢી હજાર શિવસૈનિક મુંબઈથી અયોધ્યા પહોંચ્યા છે.
 
આ અગાઉ વર્ષ ૨૦૧૮માં લોકસભા ચૂંટણી અગાઉ અને બાદમાં જૂન ૨૦૧૯માં ઉદ્ધવ ઠાકરે પાર્ટીના સાંસદો સાથે અયોધ્યા ગયા હતા. તે સમયે મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લાની માટી પણ તેમની સાથે લઈ ગયા હતા. શિવનેરી છત્રપતિ શિવાજી મહારાજનું જન્મસ્થળ છે. અયોધ્યામાં મંદિર-મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ ઉદ્ધવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તે (અયોધ્યા) એ એવી શક્તિ છે, જેનો હું અહેસાસ કરવા માંગુ છું. આ માટે હવે હુ વારંવાર ત્યાં જઈશ.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.