
અમદાવાદ / CAAના વિરોધમાં આજે અમદાવાદ બંધનું એલાન
અમદાવાદ: સીએએ, એનઆરસી અને એનપીઆર દેશના સંવિધાન, લોકશાહી અને સર્વધર્મ સમભાવની વિરુદ્ધમાં હોઈ રાષ્ટ્રીય સંગઠનોએ 29 જાન્યુઆરી, બુધવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને અમદાવાદના મુસ્લિમ સંગઠનોએ ટેકો આપ્યો છે અને સ્વૈચ્છિક બંધ પાળવાની અપીલ શાહપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કરી છે. તેમણે કહ્યું કે, બંધ કરાવવા કોઈપણ પ્રકારની બળજબરી કરવામાં ન આવે અને સરકારી મિલકતોને પણ નુકસાન ન પહોંચે તેમજ તેના રક્ષણની જવાબદારી આપણી હોવાથી શાંતિપૂર્ણ રીતે બંધ પાળવા અને ટોળાશાહી કે હિંસાથી દૂર રહેવા અપીલ કરાઈ છે.