અત્યાર સુધી ૬૭૬૭ કેસઃ આજે મધ્યપ્રદેશમાં ૨૨ અને ગુજરાતમાં ૨૧ નવા દર્દી મળ્યા, ગઈ કાલે એક દિવસમાં સૌથી વધારે ૮૦૯ સંક્રમિત વધ્યા
નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા ૬૭૨૬ થઈ ગઈ છે. ગુરુવારે એક દિવસમાં રેકોર્ડ ૮૦૯ પોઝિટિવ મળ્યા છે. અહીંયા સંક્રમિતોની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. આ પહેલા ૫ એપ્રિલે એક દિવસમાં ૬૦૫ કેસ સામે આવ્યા હતા. આ આંકડા ર્ષ્ઠvૈઙ્ઘ૧૯ૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તિ વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, હાલ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૫૮૬૫ બતાવાઈ છે. જેમાંથી ૪૭૭ દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે ૧૬૯ લોકોના મોત થયા છે.
ગુરુવારે સૌથી વધારે ૨૨૯ નવા કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. સાથે જ ગુજરાતમાં ૭૬, રાજસ્થાનમાં ૮૦,મધ્યપ્રદેશમાં ૭૦, છત્તીસગઢમાં ૮ અને બિહારમાં ૧૨ દર્દીઓનો વધારો થયો છે. આ સાથે જ આસામના સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વ સરમાએ ગુરુવારે કહ્યું કે, આવતી કાલ સુધી રાજ્યમાં ઓછામાં ઓછા ૭૦ હજાર લોકો ૧૪ દિવસનું ક્વૉરન્ટીન પુરું કરી લેશે.