અત્યાર સુધી ૫૯૧૬ કેસઃ એક દિવસમાં સૌથી વધારે ૯૬ દર્દી સ્વસ્થ થયાઃ દિલ્હી, મુંબઈ, ચંદીગઢ અને યૂપીમાં ઘરમાંથી નીકળવા પર માસ્ક પહેરવું ફરજીયાત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી :  કોરોના વાઈરસ સંક્રમણના બુધવારે સૌથી વધારે ૯૫ દર્દી સ્વસ્થ થયા છે. જેના એક દિવસ પહેલા જ ૭૫ દર્દી સ્વસ્થ થયા હતા. એક દિવસમાં સંક્રમણના કેસમાં પણ ૮ આંકડાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં હવે આ બિમારીના કુલ ૫૯૧૬ દર્દી થઈ ગયા છે. સૌથી વધારે ૧૧૭ નવા કેસ મહારાષ્ટ્રમાં અને ત્યારબાદ ૯૬ દિલ્હીમાં આવ્યા છે. આ આંકડા ર્ષ્ઠvૈઙ્ઘ૧૯ૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તિ વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યું કે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૫૭૩૪ થઈ ગઈ છે. જેમાંથી ૪૭૨ દર્દી સ્વસ્થ થયા છે, જ્યારે ૧૬૬ના મોત થયા છે. 
 
 વાઈરસના ફેલાવાના અટકાવવા માટે દિલ્હી, મુંબઈ, ચંદીગઢ અને ઉત્તરપ્રદેશમાં ઘરેથી નીકળવા પર મોઢેં કપડું  બાંધવું અને માસ્ક પહેરવું ફરજીયાત કરી દીધું છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.