અત્યાર સુધી દેશમાં ૪૩૭૯ કેસઃ ૩૦ના મોત
નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમણના કેસ વધતા જઈ રહ્યા છે. રવિવારે પોઝિટિવ કેસ વધીને ૪૨૮૯ થઈ ગયા છે. મુંબઈમાં સૌથી ૪૩૩ કોરોનાના દર્દી છે. શહેરમાં એક દિવસમાં જ સંક્રમણના ૧૦૩ નવા કેસ સામે આવ્યા છે અને આઠ લોકોના મોત થયા છે. આ સાથે જ શહેરમાં કુલ મોતનો આંકડો ૩૦ થઈ ગયો છે. તો બીજી બાજુ એમપીની રાજધાની ભોપાલમાં રવિવારે ૨૩ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં ત્રણ ડોક્ટર પણ છે. તમામને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૪૧ થઈ ગઈ છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં તબલીઘ જમાતનું પ્રકરણ સામે આવ્યા બાદ સંક્રમણના કેસની ગતિ લગભગ બમણી થઈ ગઈ છે.
દેશમાં નવા સંક્રમિત મળવાનો સિલસિલો યથાવત રવિવારે મહારાષ્ટ્રમાં ૧૫૦થી વધારે, આંધ્રપ્રદેશમાં ૩૪, ગુજરાતમાં ૧૪, મધ્યપ્રદેશમાં ૧૪, હિમાચલમાં ૭, રાજસ્થાનમાં ૬, પંજાબમાં ૩, કર્ણાટક-ઓરિસ્સામાં ૨-૨ અને ઝારખંડમાં ૧ કેસ સામે આવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૪૨૮૯ થઈ ગઈ છે. શનિવારે સૌથી વધારે ૫૫૬ નવા સંક્રમિત મળ્યા હતા. જેમાંથી સૌથી વધારે મહારાષ્ટ્રમાં ૧૪૫ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ આંકડાઓ covid19india.org વેબસાઈટના જણાવ્યા પ્રમાણે છે. જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, રવિવારે સાંજે ૬ વાગ્યા સુધી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૩૫૭૭ છે. જેમાંથી ૨૭૪ સ્વસ્થ થઈ ચુક્યા છે. જ્યારે ૮૩ દર્દીઓનું મોત થયું છે.