
અક્ષય કુમારે કોરોના વાઇરસ સામે લડવા માટે પીએમ રિલીફ ફંડમાં ૨૫ કરોડ રૂપિયાનું યોગદાન જાહેર કર્યું
યોગદાન
મહામારી કોરોના વાઇરસ સામે લડવા માટે સરકાર તમામ પગલાં ઉઠાવી રહી છે. નાણું એકઠું કરવા માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા PM-CARES ફંડ ફંડ શરૂ કરવામાં આવ્યું છે. સૌથી વધુ ટેક્સ પે કરનાર એક્ટર અક્ષય કુમાર દેશ હિત માટે ઘણું દાન કરે છે. હવે તેણે કોરોના વાઇરસ સામે લડવા માટે પીએમ ફંડમાં ૨૫ કરોડ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે.
અક્ષય કુમારે કહ્યું કે, અત્યારે એ સમય છે જ્યારે આપણે પોતાના લોકોની જિંદગીની ચિંતા કરીને તેની કાળજી રાખવા જેટલું થઇ શકે એટલું કરવું જોઈએ. હું મારી બચતમાંથી પીએમ મોદીજીના ફંડમાં ૨૫ કરોડ રૂપિયાનું યોગદાન આપવાની શપથ લઉં છું. ચાલો જિંદગી બચાવીએ. જાન હૈ તો જહાન હૈ.
આ મહામારી સામે લડવા માટે ઘણા સેલેબ્સ આર્થિક સહાય કરી રહ્યા છે. અગાઉ કોમેડિયન કપિલ શર્માએ પીએમ ફંડમાં ૫૦ લાખ રૂપિયા આપ્યા છે. ઉપરાંત હ્રિતિક રોશને ૨૦ લાખ રૂપિયાની કિંમતના માસ્ક કેરવર્કર્સ માટે આપ્યા છે. સાઉથ ઇન્ડસ્ટ્રી પણ આ પહેલમાં પાછળ નથી. પ્રભાસે ૪ કરોડ રૂપિયા, પવન કલ્યાણે ૨ કરોડ, રામ ચરણે ૭૦ લાખ, ચિરંજીવીએ ૧ કરોડ, મહેશ બાબુએ ૧ કરોડ રૂપિયા, અલુ અર્જુને સવા કરોડ રૂપિયા,અને રજનીકાંતે ૫૦ લાખ રૂપિયા આપ્યા છે.