અંબાજીના વનવાસી બાળકો નેશનલ કક્ષાએ ઝળકયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આગ્રા ખાતે યોજાયેલ ચાર દિવસીય નેશનલ ફિલ્ડ ઇન્ડોર આર્ચરી કોમ્પિટિશનમાં અંબાજી મોડલ સ્કૂલના વનવાસી વિદ્યાર્થી તેમજ પાલનપુર અને ડીસાના મળીને ૧૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ વિદ્યાર્થીઓએ તીરંદાજી સ્પર્ધામાં કૌવત દાખવીને પાંચ ગોલ્ડ પાંચ બોન્ઝ અને સાત સિલ્વર મળીને કુલ ૧૯ મેડલ્સ પ્રાપ્ત કર્યા છે.
આગ્રા ખાતે તા.૨૩થી૨૬ ડિસેમ્બર સુધી ચાર દિવસીય ૯મી નેશનલ ફિલ્ડ ઇન્ડોર કોમ્પિટિશન 
૨૦૧૯-૨૦ નું આયોજન કરવામાં આવેલ જેમાં અંબાજીની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલના વનવાસી ખેલાડીઓ તેમજ પાલનપુર અને ડીસામાં મળીને કુલ ૧૬ બાળ રમતવીરોએ ફિલ્ડ આર્ચરીના કોચ ઈશ્વરભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ નેશનલ રમત સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ઇન્ડોર આર્ચરીની તીરંદાજી સહિતની વિવિધ રમતોમાં સાત વિદ્યાર્થીઓ એ ઉત્કર્ષ દેખાવ કરીને ૭ ગોલ્ડમેડલ,૭ સિલ્વર મેડલ અને ૫ બ્રોન્ઝ મળીને કુલ ૧૯ મેડલ પ્રાપ્ત કર્યા છે જોકે સરહદી બનાસકાંઠા જિલ્લાના વનવાસી બાળકો નેશનલ કક્ષાએ તીરંદાજી માં મેદાન મારી ને શાળા તેમજ જિલ્લાનું ગૌરવ વધારતા આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. જોકે વનવાસી બાળકોમાં તીરંદાજી ની આગવી ખૂબી રહેલી હોઇ અગાઉ પણ વનવાસી બાળકોએ જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરીને મેડલો મેળવેલા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.