લગ્નના એકજ વર્ષમાં તેના પતિ દ્વારા ત્રાસ : મહિલા ટ્રેન નીચે પડતું મૂકે તે પહેલા જ અભયમની ટીમ બચાવી

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં મહિલાઓની સુરક્ષા અને સમસ્યાઓની સમાધાન માટે સતત દોડતી 181 અભિયમની સેવાનો વધુ એક વાર એક મહિલાને લાભ મળ્યો છે. વડનગર રેલવે સ્ટેશન પર એક મહિલા માનસિક તણાવ અનુભવી ટ્રેન આવે કે તેની નીચે પડતું મૂકી આપઘાત કરવાના વિચાર સાથે ઉભેલી હતી.જ્યારે તેણે 181માં કોલ કરી મદદ માંગતા મહેસાણા 181 ટીમ સ્થળ પર આવી મહિલાનું કાઉન્સીલીગ કરી આપઘાત કરવા બચાવી હતી.

પૂછપરછ દરમિયાન મહિલાના લગ્નના એકજ વર્ષમાં તેના પતિ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હોવાથી તેનો પિયરીયાઓ દ્વારા સમાધાન કરવાને બદલે છૂટાછેડા લેવાનું કહેતા તે માનસિક તણાવ અનુભવી આપઘાત કરવા માટે સુરત થી ઘર છોડી વડનગર પહોંચી હોવાની વિગતો સામે આવી હતી.જેથી કાઉન્સેલર દ્વારા તેને આપઘાત કરવો એ સમસ્યાઓ ઉકેલ નથી અને અનેક રીતે તેની સમસ્યામાં તંત્ર મદદરૂપ થઇ શકે છે. તેવી માહિતી આપવામાં આવી હતી. સાસરિયા જીવનના પડાવમાં જ દુઃખોનો સામનો કરતી મહિલાને 181 દ્વારા કાઉન્સીલીગ કરવામાં આવતા તે મહિલાને તેની તમામ સમસ્યાના સમાધાન માટે મહેસાણા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવી હતી.જ્યાં મહિલાને મંજૂરી સગવડો સાથે સુરક્ષિત આશરો આશરો આપવામા આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.