મહેસાણા: યુવાનના ૨૦ દિવસ બાદ લગ્ન હતા અને ૩ સંતાનોની માતા સાથે ભાગ્યો
મહેસાણાઃ વીસ દિવસ પછી લેવાયેલા લગ્નની કંકોત્રી સગા-સંબધીઓના ઘરે અપાઇ રહી હતી ત્યાંજ ૨૦ વર્ષનો યુવાન પડોશમા રહેતી તેનાથી ડબલ ઉંમરની ૩ સંતાનોની માતા સાથે ગૂમ થઇ જવાની ઘટનાએ ચકચાર મચાવી છે.વિફરેલા મહિલાના સાસરીયાઓએ યુવાનના ઘરમા તોડફોડ કરતા મામલો શહેર એ ડિવિજન પોલીસ સ્ટેશનમા પહોચયો હતો.મહેસાણાના યુવાનના આગામી ૨૦ માર્ચે લગ્ન હતા અને પરિવારજનો તેની કંકોત્રી વહેચી રહ્યા હતા ત્યાંજ તે ગૂંમ થવાની ઘટનાએ પરિવારજનોને દોડતા કરી મુંકયા હતા.આ સંજોગોમા ગુરૂવારે તેમની પડોશમા રહેતા લોકો તેના ઘરે પહોચી મહિલાને પરત સોંપવા રીતસર ધમકી આપી હતી.તપાસ દરમિયાન યુવાન પરિવાર લગ્ન કરાવે તે પહેલા જ પડોશમા રહેતી ૩ સંતાનોની માતા સાથે ભાગી ગયાનુ ખુલ્યુ હતુ.જ્યારે બીજીબાજુ શુક્રવારે ઉશકેરાયેલા મહિલાના પરિવારે યુવાનના ઘરમા તોડફોડ કરી હતી.ઉપરોકત બનાવની જાણ થતા એએસઆઇ કિરીટભાઇ ચૌધરી સહિતે બનાવ સ્થળે પહોચી જરૂરી કાર્યવાહી હાથધરી હતી.પોલીસ સ્ટેશન યુવતીના ભાઇએ કહ્યુ કે, યુવાન પરિણિત મહિલાને ભગાડી ગયાની વાત માનવા મારી બહેન જ તૈયાર નથી.