મહેસાણામાં ૧.૧૨ લાખના મુદ્દામાલ સાથે ક્રીકેટનો સટ્ટો રમાડતાં ૩ ઝબ્બે
મહેસાણા જીલ્લા પોલીસવડાએ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સુચના આપી હતી. આ દરમ્યાન મહેસાણા એલસીબીએ બાતમીને આધારે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં ત્રણ ઇસમોની અટકાયત કરી છે. પોલીસે ઘટના સ્થળેથી રોકડ રૂપિયા ૨૬,૫૯૯ સહિત કુલ ૧,૧૨,૬૫૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષક મનીષસિંહે પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરી હતી. જે જે સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.નિનામા મહેસાણા એલ.સી.બી, સ્ટાફના છજીં હીરાજી, રત્નાભાઇ, અ.હેડ. કોન્સ.રાજેન્દ્રસિંહ. નરેન્દ્રસિંહ. લાલાજી. હર્ષદસિંહ. નાસીરબેગ, અ.પો.કોન્સ મુકેશભાઈ, શક્તિસિંહ વિગેરે એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો એલ.સી.બી.ઓફીસ મહેસાણા ખાતે હાજર હતા. આ દરમ્યાન બાતમીને આધારે ત્રણ લોકોની અટકાયત કરી છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે બાતમી આધારે પટેલ મૌલિક બિપીનભાઈ રહે. કુમકુમ નગર સોસાયટી, પટેલ રોહિત શંકરલાલ રહે બલોલ, પટેલ ધર્મેન્દ્ર બુલાલ રહે.બલોલ, વોન્ટેડ પટેલ રાજુભાઈ (વારાહી) રહે.મહેસાણાની અટકાયત કરાઇ છે. આ સાથે ન્ઈડ્ઢ ટી.વી.નંગ-૧, મોબાઈલ નંગ-૮, રોકડ રૂપિયા, ૨૬,૫૯૯, રીમોન્ટ નંગ-૧, નોટબુક, મોબાઈલ ચાર્જર અને જુગારના સાધન સાહિત્ય મળી કુલ કિ.રૂ.૧,૧૨,૬૫૦નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.