મહેસાણામાં પ્રેમીપંખીડાનો મોત પહેલાનો વિડીયો, વેલેન્ટાઇન પુર્વે નિર્ણય
વિસનગરમાં વેલેન્ટાઇન પહેલા આત્મહત્યા કરનારા પ્રેમીપંખીડાની મૃત હાલતમાં લાશ મળ્યા બાદ સનસની મચાવી દેતો વિડીયો સામે આવ્યો છે. પ્રેમસંબંધમાં ગળાડૂબ થયા બાદ લગ્ન અશક્ય જણાતાં મોતને વહાલું કરવા નિકળ્યા હતા. આ દરમ્યાન ચાલતા-ચાલતા કેનાલ નજીક પહોંચે તે પહેલા યુવક અને યુવતિએ મોતનું કારણ દર્શાવતો વિડીયો ઉતારી લીધો હતો. જેમાં લગ્ન ન કરાવતાં હોવાથી મરવા જતા હોવાનું જણાવતો ૧૯ સેકન્ડનો વિડીયો સામે આવ્યો છે. વેલેન્ટાઇન ડે પુર્વે બનેલી ઘટનાથી ચકચાર મચી ગઇ છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા પાલિકાની ફાયર ટીમ દ્રારા ભારે જહેમત કરી બે કલાકને અંતે બંનેના મૃતદેહ બહાર નીકાળ્યા હતા. આ પછી સોશ્યલ મિડીયામાં યુવક-યુવતિનો કેનાલ નજીકથી ઉતારેલો વિડીયો વાયરલ થયો છે. જેમાં બંને મોત પસંદ કરવાનું કારણ અને સ્થળ સહિતની વિગતો બતાવે છે. મોતની વાતો વચ્ચે પણ દુંખ કે ગમગીની ન હોવાથી માનસિક પરિસ્થિતિ વિશે પણ અનેક સવાલો છે.