નજીવી બાબતે મારામારી પોલીસમાં બંનેપક્ષે સામસામે ફરિયાદ નોંધાવી

મહેસાણા
મહેસાણા

કડી શહેરમાં આવેલી જૂની મામલતદાર પાસે તીન પત્તી ખાતે નાસ્તાની લારી ચલાવતા અને નમાઝ પડીને આવતા બંને પક્ષો વચ્ચે સામસામે મારામારી થતા તીન પત્તી વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાને લઇ કડી પોલીસ દોડી આવી હતી અને બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

કડી શહેરના વહોરવાડમાં રહેતા સાજીદ ગુલાબ ઝાંઝરવાલા છૂટક લારી ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે દરમિયાન રમઝાન માસ ચાલતો હોવાથી સાજીદ પોતાની નાસ્તાની લારી લઈને મામલતદાર કચેરી પાસે આવ્યો. જ્યાં તીન પત્તી ખાતે ઉભા ત્યારે સલીમ ઉર્ફે ટાલ દશાડિયા, ઈર્શાદ ફારુક દિવાન, મોસીન પીર ભાઈ, આરીફ ઉર્ફે બાપુ તમામ રહે કડી ચારે ઇસમો સાજીદની લારી પાસે આવેલા અને સાજીદને કહેવા લાગ્યા હતા કે, તારે આજ પછી અમારા નાસ્તાના પૈસા લેવાના નહીં. જેથી સાજીદે કહ્યું કે, નાસ્તાના તો પૈસા તમારે આપવા જ પડે એવું કહેતા જ આવેલા ચારેય ઈસમોએ ઉશ્કેરાઈ જઈને સાજીદ ઉપર અપશબ્દો બોલીને હુમલો કરી નાખ્યો હતો. ધોકા અને પાઇપો વડે ચારેય ઈસમોએ હુમલો કરી નાખતા નાશભાગ મચી જવા પામી હતી. જ્યાં આજુબાજુ રહેલા અન્ય લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને ઝઘડાને શાંત કરાવ્યો હતો. ઘટનાને લઇ કડી પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

સામાપક્ષે નોંધાવેલી ફરિયાદ: કડી તીન પત્તી ખાતે રમઝાન માસમાં એકાએક બે પક્ષ વચ્ચે સામસામે મારામારી થતા વાતાવરણ તંગ બની ગયું હતું. જ્યાં બીજી તરફ કડી શહેરમાં આવેલા આશા શેરીમાં રહેતા મહમદ સલીમ દશાડિયા પોતે પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છે. જે દરમિયાન રમઝાન માસમાં તેઓ તીન પત્તી ખાતે થઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તીન પત્તી પાસે પહોંચતા ત્યાં હાજર સાજીદ ઝાંઝરવાલા અને મોસીન ગુલાબ નબી ત્યાં આગળ હાજર હતા. મોહમ્મદ સલીમ સામે જોઈને આંખો કાઢી રહ્યા હતા ત્યારે મોહમ્મદે કહ્યું કે, મારી સામે કેમ આંખો કાઢો છો જેવું કહેતાની સાથે જ સાજીદ અને મોસીને અપશબ્દો બોલવાની શરૂઆત કરી હતી. જ્યાં મોહમ્મદે કહ્યું કે, અપશબ્દો બોલશો નહીં એવું કહેતાની સાથે જ બંને ઈસમો ઉશ્કેરાઈ જઈને મોહમ્મદ ઉપર હુમલો કરી નાખ્યો હતો. મારામારી તથા વિસ્તારમાં અફરાતફરી અને તંગ વાતાવરણ થઈ ગયું હતું. ઘટનાને લઇ કડી પોલીસ આવી પહોંચી હતી અને પોલીસે બે વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.