અકસ્માતની ઘટના સામે આવી ટ્રકના ટાયર શરીર પર ફરી વળતાં મોત

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બેચરાજી ખાતે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં આધેડનું ટ્રકની ટક્કરે મોત થયું છે. સમગ્ર કેસમાં ટ્રક ચાલક સામે મૃતકના પરિવારજનોએ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી છે. મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના હાસલપુર ઝાલાવાસમાં રહેતા ભરતભાઈ પટેલ પોતાના એક્ટિવા પર સવાર થઈને 135 ના મસાલાનું છૂટક ફેરી કરતા હતા. જેઓ બેચર ખાતે બાલાજી સોસાયટી નજીક આવેલા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન બેચરાજી બાજુથી આવતા ટ્રકના ચાલકે બેફામ રીત હંકારી આવી આધેડના એક્ટિવાને ટક્કર મારી હતી.

અકસ્માતમાં એક્ટિવા ચાલક રોડ પર પટકાયા હતા અને ટ્રકના ટાયર શરીર પર ફરી વળ્યાં હતા. જેથી તેઓને વધુ ઇજાઓ થતા બેચરાજી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટર તેઓને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં દોડી આવ્યાં હતા. જ્યાં લાશનું પી.એમ કરવામાં આવ્યું હતું. ઘટનાના પગલે જીતુ ભાઈ પટેલે ટ્રક ચાલક સામે બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.