1 કલાકમાં 5% મતદાન, PM મોદી મતદાન કરવા પહોંચ્યા, CM ભુપેન્દ્ર પટેલે મતદાન કર્યું: ગુજરાત ચૂંટણી Live

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન આજે સવારે 8.00 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 5.00 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 69 મહિલા ઉમેદવારો પણ છે. તો 13 બેઠકો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકો છે, જ્યારે 6 બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત છે.
09.25 : PM નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવા પહોંચી ગયા છે. તેઓ ગઈકાલથી જ ગુજરાત આવી ગયા હતા અને મતદાન પહેલા તેમણે માતા હીરાબાના આશિર્વાદ લીધા હતા અને ગઈકાલે સાંજે તેમણે કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ સાથે બેઠક યોજી હતી. તેઓ સાબરમતી વિસ્તારના મતદાર છે.
09.18 : ભાજપના ઘાટલોડીયાના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજ મતદાન મથકે મતદાન કર્યું. ઘાટલોડીયા બેઠકની વાત કરીએ તો અહીં ભાજપના ઉમેદવાર તરીકે ભુપેન્દ્ર પટેલ, કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમિબેન યાજ્ઞિક અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય પટેલ ચૂંટણી મેદાનમાં છે.
09.15 : 8.00 વાગ્યા બાદ 1 કલાકમાં અરવલ્લી-આણંદમાં 5 અને અમદાવાદમાં 4 ટકા મતદાન, ખેડામાં 6 ટકા મતદાન, પંચમહાલમાં 4 ટકા, દાહોદમાં 5 ટકા મતદાન થયું
09.08 : થરાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે મતદાન કર્યું
09.07 : વિસનગર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યું મતદાન
09.05 : આંકલાવ બેઠકના કોંગી ઉમેદવાર અમિત ચાવડાએ કેશવપુર પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું.
09.04 : નિકોલ બેઠકના ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલે પરિવાર સાથે મતદાન કર્યું.
09.03 : પાદરા કન્યા શાળાના બુથમાં ઈવીએમ મશીન ખોટકાયું
09.02 : મોડાસામાં શીક મતદાન મથકે ઈવીએમ ખોટકાયું
09.01 : રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે મતદાન કર્યું
09.00 : સવારે 8.00 વાગે મતદાન શરું થયા બાદ એક કલાકમાં પાંચ ટકા મતદાન થયું
08.56 : મહેસાણા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ વહેલી સવારે મતદાન કરવા પહોંચી ગયા હતા તેઓ મતદાન માટે લાઈનમાં ઉભા રહ્યા હતા.
08.54 : મહેસાણાના ભાજપના ઉમેદવાર મુકેશ પટેલે મતદાન કર્યું છે. મહેસાણા બેઠક પર તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર પીકે પટેલ ઉભા છે, તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભગત પટેલ પણ મહેસાણા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે.
08.53 : મહીસાગર જિલ્લાની સંતરામપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ. કુબેર ડિંડોર માત-પિતાના આશિર્વાદ લીધા બાદ મતદાન કર્યું છે. તેમણે પોતાના વતન ભંડારા ગામે મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ તેઓએ જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
08.51 : વલ્લભનગર પ્રાથમિક શાળા ખાતે રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ મતદાન કર્યું છે. તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે.
08.50 : કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ બોટાદમાં મતદાન કર્યું : ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, પ્રથમ તબક્કામાં કોંગ્રેસને જોરદાર સમર્થન મળ્યું હતુ ંઅને આજે તમામ બુથ પર મતદારોની ભીડ છે, કોંગ્રેસને જોરદાર સમર્થન મળી રહ્યું છે અને 8મી ડિસેમ્બરે કોંગ્રેસને જંગી બહુમતી મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.