
સપાટો / અમદાવાદમાં HOF સહિત બિલ્ડરોને ત્યાં ITના દરોડા, ૨૦થી વધુ સ્થળે તપાસ
અમદાવાદઃ આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. આવકવેરા વિભાગની ટીમો દ્વારા ૨૦થી વધુ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. ૫૦થી વધુ અધિકારીઓ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને મોટા મોટા બિલ્ડરોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
માહિતી પ્રમાણે અજય શ્રીધર, રાજુ પટેલ, દિનેશ જૈન અને મારુતિ ગ્રુપના શરદ પટેલને ત્યાં સર્વે હાથ ધરવામાં આવ્યા છે. જેના પગલે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાઉસ ઓફ ફર્નિચર(ૐર્ંહ્લ)ને ત્યાં પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હોવાના અહેવાલ છે.