લાકડાઉનમાં ‘નાયક’થી ‘ખલનાયક’ બનેલા રિતેશ દેશમુખે શેર કર્યો વીડિયો

ફિલ્મી દુનિયા

મુંબઈ
કાચ પર જામેલી ધૂળ સાફ કરતા-કરતા રિતેશ દેશમુખે પોતાનું રૂપ બદલી નાખ્યુ અને તે નાયકથી ખલનાયક બની ગયો છે. રિતેશ દેશમુખે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કર્યો છે.
હકીકતમાં રિતેશ દેશમુખે પોતાનો ટિકટોક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અરીસોની સફાઇ કરતો જાવા મળી રહ્યો છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં સંજય દત્ત, જૈકી શ્રોફ, માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ ખલનાયકનું ગીત નાયક નહીં ખલનાયક હું મેં વાગી છે અને આ સાથે રિતેશ દેશમુખ પોતાના બે અલગ-અલગ અવતારમાં જાવા મળી રહ્યો છે.
આમ તો રિતેશ દેશમુખ ધમાલ અને હાઉસફુલ ફ્રેન્ચાઇઝી ફિલ્મોમાં પોતાના કોમિક અંદાજ માટે જાણીતો છે, પરંતુ ખલનાયક વાળો રોલ પણ તેણે સારી રીતે ભજવ્યો છે. વર્ષ ૨૦૧૪માં આવેલી એક વિલન અને પાછલા વર્ષે રિલીઝ થયેલી મરજાવાંમાં રિતેશ પોતાની ખલનાયકી દર્શાવવામાં સફળ રહ્યો છે. નાયક વાળા લુકમાં જ્યાં તે કલર્ડ બોલમાં દેખાઈ રહ્યો છે, તો ખલનાયકના રૂપમાં તેના માથા પરથી વાળ ગાયબ છે. તેણે પોતાની આ પોસ્ટના કેપ્શનમાં લખ્યુ છે, મેં હું ખલનાયક.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.