રામાયણની ‘સીતા’નું ફેક એકાઉન્ટ ઝડપાયું, ડોનેશન માંગીને ફ્રોડ પકડાઈ

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 26

મુંબઈ,
રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરીયલ લોકડાઉનમાં દૂરદર્શન પર ફરીથી પ્રસારિત કરવામાં આવી હતી ત્યારથી જ તેના ફેન્સમાં તેની લોકપ્રિયતા બે ગણી થઈ ગઈ છે. તેના કલાકારો વિશે લોકોમાં અલગ જ ક્રેઝ જાવા મળી રહ્યો છે અને હજુ પણ એટલો જ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સમાં પણ વધારે થઈ રહ્યો છે.
પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર ‘રામાયણ’ના સ્ટાર્સના નકલી એકાઉન્ટ્‌સ પણ ઝડપથી વધી રહ્યા છે. રામાયણમાં સીતાનો રોલ પ્લે કરનાર દિપીકા ચિખલિયાએ ટ્‌વટર પર તેના ફેન્સ વચ્ચે એક માહિતી શેર કરવામાં આવી છે અને એના લીધે બધા ચોંકી ગયા છે. એક ફેક એકાઉન્ટ વિશે જાણકારી આપતાં લખ્યું કે- ઈન્સ્ટાગ્રામ પર તેના નામનું એક ફેક એકાઉન્ટ છે અને એમાંથી કોઈ ડોનેશનની માંગ કરી  છે.
જેનાથી દરેક લોકો સાવધાન થઈ જજા. ઘણા બોલિવૂડ સ્ટારના ફેક એકાઉન્ટ છે એ રીતે જ દિપીકાના નામથી સોશિયલ મીડિયા પર ઘણાં ફેક એકાઉન્ટ છે. પરંતુ આ ફેક એકાઉન્ટથી દિપીકા એટલે પરેશાન થઈ ગઈ કે, તેના નામ પર ડોનેશન માંગીને ફ્રોડ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ફેક એકાઉન્ટ પર પણ ૫ હજાર ફોલોઅર્સ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.