આદિલે તેનો ન્યૂડ વીડિયો એક વ્યક્તિને ૪૭થી ૫૦ લાખમાં વેચ્યો

ફિલ્મી દુનિયા

મુંબઈ, અભિનેત્રી રાખી સાવંત હાલ આદિલ ખાન દુર્રાની સાથેના પોતાના તૂટેલા સંબંધને લઈને ખુબ ચર્ચામાં છે. રાખી અને આદિલ બંને પ્રેસ કોન્ફરન્સમાં એક બીજા પર ગંભીર આરોપો લગાવી ચૂકયા છે. એકબાજુ જ્યાં આદિલે રાખી પર તેને ડ્રગ્સ આપવાનો અને ન્યૂડ વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો તો બીજી બાજુ અભિનેત્રીએ પણ આવા જ કઈક આરોપ લગાવ્યા છે જેને જાણીને હવે ફેન્સ સ્તબ્ધ થઈ ગયા છે.

હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં રાખી સાવંતે જણાવ્યું કે હનીમૂન દરમિયાન આદિલે તેનો ન્યૂડ વીડિયો બનાવ્યો હતો. અભિનેત્રીએ એવો પણ હવે આરોપ લગાવ્યો છે કે આદિલે તેનો ન્યૂડ વીડિયો એક વ્યક્તિને ૪૭થી ૫૦ લાખ રૂપિયામાં વેચ્યો છે. રાખીએ આદિલ સાથેની પોતાની પરિસ્થિતિઓ વિશે પણ વાત કરી. રાખીએ કહ્યું કે *આદિલ ખાન દુર્રાની મારા પતિએ મારા ન્યૂડ વીડિયો ૫૦ લાખ અને ૪૭ લાખમાં મારા હનીમૂનના ટબમાં બેઠી છું, બાથરૂમમાં ન્હાઈ રહી છું, તેની સાથે બેડ પર છું, બધા વીડિયો શૂટ કરીને એક અરબને વેચ્યા છે. કોને વેચ્યા છે…મારા ન્યૂડ વીડિયો, પત્નીના ન્યૂડ વીડિયો વેચ્યા છે.*

આ ઉપરાંત પ્રેસ કોન્ફરન્સમાં રાખી સાવંતે એમ પણ જણાવ્યું કે તેના આદિલ સાથેના લગ્ન કઈ રીતે થયા હતા. રાખીએ જણાવ્યું કે આદિલની બહેન શૈલી મને એક કાર ગિફ્ટ કરવા માંગતી હતી અને આ માટે તેણે મને મૈસૂર આવવાનું કહ્યું હતું. રાખીએ જણાવ્યું કે *મે શૈલીને કહ્યું કે તે મને મુંબઈમાં જ કાર મોકલી દે. પરંતુ તેણે મને કહ્યું કે મારે પર્સનલી ત્યાં આવીને લેવી પડશે.* રાખીએ જણાવ્યું કે *તેનો એક વ્યક્તિ આવ્યો, હું અને આદિલ રૂમમાં હતા. તે બહારથી લોક કરીને જતો રહ્યો. જે પછી મારી સાથે છે. જ્યારે મારી સાથે તે થયું, ત્રણ કલાક લાગ્યા તેને પછી મારા કપડાં ફાડવામાં, બધી વસ્તુ કરવામાં.*

રાખીએ જણાવ્યું કે તે આદિલની ફરિયાદ કરવા પોલીસ પાસે જવા માંગતી હતી. પરંતુ ત્યારબાદ આદિલે તેને ફોસલાવીને તેની સાથે નિકાહ કરવાનું કહ્યું અને સાથે એમ પણ કહ્યું કે તે મને પ્રેમ કરે છે. અત્રે જણાવવાનું કે જેલમાંથી બહાર આવ્યા બાદ આદિલે અભિનેત્રી પર અનેક આરોપ લગાવેલા છે. આ દરમિયાન આદિલે પણ રાખી પર ન્યૂડ વીડિયો બનાવવાના અને ડ્રગ્સ આપવાના આરોપ લગાવ્યા છે. એટલું જ નહીં તેણે એમ પણ કહ્યું કે રાખી તેની માતાના કેન્સરના નામે લોકોને ખુબ લૂટતી હતી. આદિલે કહ્યું કે મે ખુબ તકલીફો ઝેલી છે. હું જણાવી શકતો નથી કે મારા પર શું વીતી છે. મારું જે હેરેસમેન્ટ થયું. રાખીએ મને ફ્રેમ કર્યો, મને જેલમાં મોકલ્યો અને મને ફસાવ્યો. તેણે મને એમ કહીને ફસાવ્યો કે તેણે મારા દોઢ કરોડ રૂપિયા લઈ લીધા છે. તેણે મારા પર દગો કરવાનો અને એકસ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ પણ લગાવ્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.